Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૮૬
પંચસંગ્રહ-૧ બાકીની અન્યતર વેદનીય, દેવદ્ધિક, ઔદારિકસપ્તક, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, તૈજસકાર્પણ સપ્તક, પ્રત્યક, સંસ્થાનષક, સંઘયણષક, વર્ણાદિ વીસ વિહાયોગતિદિક, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, દુર્ભગ, સુસ્વર, દુઃસ્વર, અનાદેય, અપયશકીર્તિ, મનુષ્યાનુપૂર્વી, નિર્માણ, અપર્યાપ્ત અને નીચગોત્રરૂપ ત્યાસી પ્રકૃતિઓ અયોગી કેવળી ગુણસ્થાનકના ચિરમસમય પર્યત સત્તામાં હોય છે. દ્વિચરમસમયે એ ત્યાસી પ્રકૃતિઓની સત્તાનો નાશ થાય છે એટલે ચરમસમયે તેઓની સ્વરૂપ સત્તા હોતી નથી. ૧૪૨
આ પ્રમાણે એકેક પ્રકૃતિની સત્તાના સ્વામી કહ્યા. હવે પ્રકૃતિ સત્કર્મ સ્થાનગત એટલે અનેક પ્રકૃતિઓના સમૂહની સત્તાના સ્વામી કહેવા જોઈએ. પ્રકૃતિ સત્કર્મસ્થાનો આગળ “રો સત્તા ટાણું' ઇત્યાદિ ગ્રંથ વડે સપ્તતિકાસંગ્રહમાં કહેવામાં આવશે. અહીં ગ્રંથગૌરવના ભયથી કહેવાશે નહિ. માટે તેનો ત્યાંથી જ વિચાર કરી અહીં સ્વામિત્વ કહેવું. આ પ્રમાણે પ્રકૃતિ સત્કર્મ સંબંધી કહ્યું.
હવે સ્થિતિ સત્કર્મસત્તાના સંબંધમાં કહે છે. તેમાં બે અનુયોગદ્વાર છે–સાદિ વગેરેનું પ્રરૂપણ અને સ્વામિત્વ. સાદિ વગેરેનું પ્રરૂપણ પણ બે પ્રકારે છે–૧. મૂળકર્મ સંબંધી, ૨. ઉત્તરપ્રકૃતિ સંબંધી. તેમાં પહેલા મૂળકર્મ સંબંધી સાદિ વગેરેનું પ્રરૂપણ કરવા આ ગાથા કહે છે–
મૂર્ફિ નન્ના, તિહાં !
મૂતાનાં તિરાયચી, થા ! અર્થ–મૂળકર્મની અજઘન્ય સ્થિતિ ત્રણ પ્રકારે છે.
ટીકાનુ–મૂળકર્મ પ્રકૃતિની અજઘન્ય સ્થિતિની સત્તા અનાદિ, ધ્રુવ અને અદ્ભવ એમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે–
મૂળકર્મપ્રકૃતિઓની જઘન્ય સ્થિતિની સત્તા પોતપોતાના ક્ષયને અંતે જ્યારે એક સમયમાત્ર શેષ રહે ત્યારે હોય છે. તે જઘન્ય સત્તા એક સમયમાત્ર હોવાથી સાદિ સાંત છે. તે સિવાય અન્ય સઘળી સ્થિતિની સત્તા અજઘન્ય છે. તે અજઘન્ય સ્થિતિની સત્તાનો સર્વદા સદ્ભાવ હોવાથી અનાદિ છે. અભવ્યને ધ્રુવ અને ભવ્યને અદ્ભવ છે.
તથા ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ સ્થિતિની સત્તા સાદિ સાંત છે. કારણ કે તે બંને પ્રકારની સત્તા ક્રમ અનેક વાર થાય છે. જધન્યસ્થિતિની સત્તા પૂર્વ કહ્યા મુજબ સાદ-ધ્રુવ છે.)
આ રીતે મૂળકર્મ સંબંધે સાદિ વગેરે ભંગની પ્રરૂપણા કરી. હવે ઉત્તરપ્રકૃતિ સંબંધ પ્રરૂપણા કરવા ઈચ્છતાં કહે છે–
चउद्धा उ पढमयाण भवे । धुवसंतीणंपि तिहा सेसविगप्पाऽधुवा दुविहा ॥१४३॥