Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૨૬
પંચસંગ્રહ-૧
મેળવતાં તેર બંધહેતુ થાય. પાંચકાયનો પાંચસંયોગી એક ભંગ થતો હોવાથી કાયના સ્થાને એક મૂકી પૂર્વોક્ત અંકોનો ક્રમશઃ ગુણાકાર કરતાં ભાંગા તેરસો અને વિસ ૧૩૨૦ ભાંગા થાય..
એ પ્રમાણે જુગુપ્સા અને પાંચ કાયનો વધ મેળવતાં તેર બંધહેતુના પણ તેરસો વીસ ૧૩૨૦ ભાંગા થાય.
અથવા ભય જુગુપ્સા અને ચાર કાયનો વધ મેળવતાં તેર હેતુ થાય. અહીં કાયસ્થાને પાંચ મૂકી અંકોનો ગુણાકાર કરતાં છાસઠસો ભાંગા થાય.
આ પ્રમાણે તેર બંધહેતુ ત્રણ પ્રકારે થાય. તેના કુલ ભાંગા બાણસો અને ચાળીસ ૯૨૪) થાય. તેર બંધહેતુના ભાંગા કહ્યા.
હવે ચૌદ હેતુના ભાંગા કહે છે–પૂર્વોક્ત આઠ બંધહેતુમાં પાંચ કાયનો વધ, ભય અને જુગુપ્સા મેળવતાં ચૌદ બંધહેતુ થાય. અહીં પાંચ કાયનો પંચસંયોગી એક ભંગ થતો હોવાથી કાયસ્થાને એક મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં ભાંગા તેરસો વીસ ૧૩૨૦ થાય.
આ પ્રમાણે દેશવિરતિ ગુણસ્થાનકે આઠથી ચૌદ સુધીના બંધહેતુના કુલ ભાંગા એક લાખ ત્રેસઠ હજાર છસો અને એંશી ૧૬૩૬૮૦ થાય. ૧૨
આ રીતે દેશવિરતિ ગુણસ્થાનકના બંધહેતુ કહ્યા. હવે પ્રમત્ત, અપ્રમત્ત ગુણસ્થાનકના પાંચથી સાત સુધીના બંધહેતુના ભાંગા કહેતાં પહેલાં યોગના સંબંધમાં પ્રમત્ત અપ્રમત્ત ગુણસ્થાનકે જે વિશેષ છે તે કહે છે
दोरूवाणि पमत्ते चयाहि एगं तु अप्पमत्तमि । , जं इत्थिवेयउदए आहारगमीसगा नत्थि ॥१३॥ द्वे रूपे प्रमत्ते त्यज एकं तु अप्रमत्ते ।।
यस्मात् स्त्रीवेदोदये आहारकमिश्रको न स्तः ॥१३॥
અર્થવેદ સાથે યોગનો ગુણાકાર કરી તેમાંથી પ્રમત્ત ગુણઠાણે બે રૂપનો અને અપ્રમત્ત ગુણઠાણે એક રૂપનો ત્યાગ કરવો. કારણ કે સ્ત્રીવેદનો ઉદય છતાં પ્રમત્તે આહારક અને આહારકમિશ્ર એ બે યોગ અને અપ્રમત્તે આહારક કાયયોગ હોતો નથી.
ટીકાનું–જો કે આ ગાથામાં વેદ સાથે યોગોને ગુણવાનું કહ્યું નથી છતાં પહેલાંની ગાથામાંથી તેની અનુવૃત્તિ લેવાની છે, તેથી અહીં પદોનો આ પ્રમાણે સમન્વય કરવો.
પ્રમત્ત સંયત અને અપ્રમત્ત સંયત ગુણઠાણે પહેલાં વેદ સાથે તે તે ગુણઠાણે જેટલા યોગો હોય તેનો ગુણાકાર કરવો. ગુણીને જે આવે તેમાંથી પ્રમત્ત સંયતે બે રૂ૫ ઓછાં કરવાં અને અપ્રમત્ત સંયતે એકરૂપ ઓછું કરવું
બે અને એક રૂપ શા માટે ઓછું કરવું? તેનું કારણ કહે છે–સ્ત્રીવેદનો ઉદય છતાં આહારક કાયયોગ અને આહારકમિશ્ર એ બે યોગ હોતા નથી. કેમ કે સ્ત્રીઓને ચૌદ-પૂર્વના અધ્યયનનો અસંભવ છે, ચૌદપૂર્વના જ્ઞાન વિના કોઈને આહારકલબ્ધિ હોતી નથી.