________________ જ્ઞાનસેટી સહુને અપાયેલી હતી. જે પ્રશ્ન સામે આવે કે તરત વિદ્યાર્થિનીએ. તેને ઉત્તર આપવું જ જોઈએ. વિદર્ભ દેશની રાજકન્યા દમયંતી એક મહાન રાજાની પુત્રી છે માટે તેને અગ્રસ્થાન આપવું જોઈએ એ નિયમ રાખવામાં આવ્યા જ નહોતે. દરેક વિદ્યાર્થિની સમાન છે અને રાજકીય કે બીજી કોઈ વિશિષ્ટતાના કારણને અગ્રસ્થાન આપવું એ દેવી સરસ્વતીનું અપમાન છે એ પ્રકારની વિચારધારા સમગ્ર રાષ્ટ્રમાં સ્થિર બની ગઈ હતી. આજનો સમારંભ સૂર્યોદય પછી ચારેક ઘટિકાએ પ્રારંભ થયો. હતે... બીજા પ્રહરની બે ઘટિકા બાકી રહે ત્યાં સુધી ચાલવાને હતું. ત્યાર પછ ના કેમ રાત્રિના પ્રથમ બે પ્રહર સુધી યોજવામાં આવ્યો હતે. વિદ્યાર્થિનીઓનો ક્રમ કક્કાવારી પ્રમાણે હોવાથી રાજકન્યા દમયંતીને વારે રાત્રિના પ્રહરે આવ્યો. દમયંતી, દર્શના, દિવ્યા, દામિની અને દેવદત્તા એમ પાંચ વિદ્યાર્થિનીઓ પંડિત સમક્ષ ઊભી રહી. પ્રથમ પંડિતે પ્રશ્ન કર્યો, “સાચું સુખ શેમાં છે ?' દમયંતિએ તરત ઉત્તર આપો: “જન્મ મરણના નિવારણમાં.” રાજપુરોહિત ખૂશ થયા. દર્શનાએ ઉતાર આપે, “સંતોષમાં..” દિવ્યાએ કહ્યું, “ત્યાગમાં.” દામિનીએ કહ્યું, “ઈચ્છાની પૂર્તિ થવામાં. દેવદત્તાએ રાજકન્યાએ આપેલે ઉત્તર પુનઃ દર્શાવ્યો. બીજે પંડિતે રાજ કન્યા સામે જે ઈને કહ્યું, “માનવીને પરેશાન કરે એવું અસ્થિર શું છે?” “મન.” રાજકન્યાએ તરત ટૂંકમાં ઉત્તર આપો.