________________ નિધપતિ દેવી સરસ્વતી પણ અન્ય દેવીઓ સાથે રંગમંડપમાં આવી પહોંચ્યાં સૌથી પ્રથમ દેવી સરસ્વતીએ ભગવંતની આરતી ઉતારી.ત્યાર પાછી અન્ય દેવીઓએ આરતી ઉતારી. જ્યારે આરતી ઉતારાતી હતી ત્યારે અપ્સરાનાં વંદે ભદ્ર કલ્યાણ નામનો રાગ ઉપાડે હતું અને એ રાગમાં ભગવંતના પ્રભાવને વર્ણવ્યા હતા. અને નૃત્યોત્સવને પ્રારંભ થયો. અપ્સરાઓએ ભગવંતની સૌમ્ય ભવ્ય પ્રતિમા સામે સાત્વિક ભાવ દર્શાવતું વંદના નૃત્ય શરૂ કર્યું. સર્વોચ્ચ પ્રકારની નૃત્ય કલા ! સર્વશ્રેષ્ઠ વાદ્યકારોને સાથ! અને કલાકારોનાં અંતરમાં શ્રદ્ધા ભકિતને ભાલાસ ખરેખર, નૃત્ય અને સંગીત મનનાં વિકારોનું પરમ ઔષધ છે. મનને સ્થિર મધુર બનાવવામાં એ ખૂબ જ સહાયક બને છે. છેલ્લા કેટલાક સમયથી દેવી સરસ્વતી સાથે પ્રવાસ ખેડી રહેલા નવજવાન હંસ બાલચંદ્ર મનમાં પત્ની વિયેગની વેદના પચાવી રહ્યો હતે... સેવકને ઘણીવાર મનની ઈચ્છાને મારવી પડે છે, ઉરભાવને દબાવવા પડે છે અને હસતા હૃદયે દર્દને પચાવવું પણ પડે છે, એથી જ દાસત્વ ભારે વસમું ગણાય છે. પરંતુ કર્મફળ તે સહુએ ભોગવવાં જ પડે છે. દાસ બનીને કે સ્વામીત્વ પ્રાપ્ત કરીને! પ્રવાસમાં તેની પ્રિય પત્ની સેમકલા અન્ય હંસ પરિવાર સાથે આવી હતી. પત્નીને સાથે આવેલી જોઈને બાલચંદ્રનું મન અધી બની ગયું હતું. ઉત્સવનો પ્રારંભ થયા પછી બાલચંપનીને ઈશારો કર્યો અને બંને રંગમંડપમાંથી બહાર સરકી ગયાં. રાત્રિના બીજા પ્રહરને પ્રારંભ થઈ ગયો હતો. અપ્સરાઓનું નૃત્ય ભાવનાનાં પુષ્પો બિછાવતું દર્શનીય બની ગયું હતું. વાઘકારના ઉરભાવ વાદ્યો પર ઊપસી રહ્યા હતા. દેવી સરસ્વતી અને શ્રી આદિ દેવી ભાગવતની પ્રતિમા સામે