________________ 188 નિષધપતિ એમ જ થયું. “દેવી સરસ્વતી જ્યાં યક્ષો બેઠા હતા તે સ્થળે દમયંતીસાથે આવીને ઊભાં રહ્યાં. દમયંતીની પાછળ પાંચ સખીઓ સુવર્ણના રત્નજડિત થાળ ધારણ કરીને ઊભી રહી ગઈ. દેવી સરસ્વતીએ યક્ષો તરફ હાથ લંબાવીને કહ્યું: “હે મૃગાક્ષી, આદરભરી નજરે તું આ યક્ષોને જે તેઓ તને પ્રાપ્ત કરવા આતુર બનેલા છે.યક્ષેની સંખ્યા એટલી વિરાટ છે કે પ્રત્યેકને પરિચય આપતાં વર્ષો વીતી જાય. એટલે તું અક્ષય વૈભવવિલાસની કામના રાખતી હે તો કેઈ એક મનગમતા યક્ષને સ્વીકાર કરી લે.” દમયંતીએ બધા યક્ષો તરફ દ્રષ્ટિ દોડાવીને સર્વને નમન કર્યા. કઈ પક્ષ પર પસંદગી ઉતારી નહીં એથી દેવી સરસ્વતી ગાંધર્વો તરફ વળ્યાં અને ગાંધર્વોને પરિચય આપો. દમયંતીએ દરેક ગાંધર્વને નમન કર્યા એટલે દેવી સરસ્વતી નાગજાતિના આસનો તરફ વળ્યાં ત્યાં પણ દમયંતીના દિલને કઈ નાગરાજ ડોલાવી શકો નહિ એટલે દેવી સરસ્વતી વિદ્યાધરોને પરિચય આપ્યો... ત્યાર પછી અસુરોનો પરિચય આપ્યો. ત્યાર પછી તે રાજાઓ તરફ વળ્યાં અને કહ્યું : “હે ચંદ્રવદના, પૃથ્વીપીઠ પર વસનારા આ રાજાઓ સમર્થ અને સમૃદ્ધ છે. જે આ સામેને સિંહાસન પર બેઠા તે સૂર્યવંશના ભૂષણસમા અયોધ્યા પતિ રાજા ઋતુપર્ણ છે...તેઓ... ભારતવષ ને એક શ્રેષ્ઠ રાજવી છે.” દમયંતીએ તેમને નમન ક્ય. દેવીએ એક પછી એક અન્ય રાજાઓનો પરિચય આપવા માંડયા. અંગદેશ, તક્ષશિલા ગુજરદેશ, માલવદેશ વગેરે ઘણા રાજાઓને પરિચય આપો. પરંતુ દમયંતીનું મન કેઈને સ્વીકાર કરી શકયું નહી. દમયંતીને મને ભાવ જાણનારાં દેવી શારદા જ્યાં પાંચ નળનાં રૂપ હતાં તે તરફ વળ્યાં, પાંચેપ સામે નજર પડતાં જ દમયંતીનું