________________ કિલિને પરાજય ! 345 દમયંતીને સ્વયંવર અવશ્ય થવાનું જ છે. અત્યાર સુધીમાં તે હજારે રાજાએ કુંઠિનપુર પહોંચી ગયા. આ સ્વયંવરમાં જે કઈ નહિ જઈ શકે તે ખરેખર ભાગ્યહીન અને જે જશે તે ભાગ્યવંત લેખાશે. કારણ કે દમયંતીનું ચંદ્રવદન આ સિવાય કયે સ્થળે અને પ્રસંગે જોઈ શકાય ? કામદેવને પાશ સમી અને પિતાના પ્રતીક સમી પુષ્પ માળા તે કેના કંઠમાં આપશે તે હું નથી કહી શકતો.” દૂતની આ વાણી સાંભળીને મનમાંથી સાવ નિ ત બની ગયેલ હોવા છતાં નળ ધરતી પર પડી ગયો નહીં. પરંતુ કોઈ ઝંઝા વાતમાં વિશાળ વૃક્ષ જેમ ખળભળી ઊઠે તેમ તેનું મન ખળભળી ગયું. દમયંતીને આ ક૯પી ન શકાય એવો નિર્ણય વિચારીને નળનું ચિત્ત ક્રોધ, શોક, કામ, ઉન્માદ અને વેદનાથી ભરાઈ ગયું. હજી સૂર્ય નિયમિત ઉદય પામે છે, ચંદ્ર પણ ઊગે છે. મેઘ વરસે છે. વાવેલું ઊગે છે અને સમુદ્ર પણ પિતાની મર્યાદામાં રહે છે. વિશ્વની પ્રત્યેક વસ્તુ પોતપોતાના સ્થાન અને મર્યાદામાં રહેલી છે. આમ છતાં દમયંતીને વિચાર શા માટે ચંચળ બની ગયો હશે? ખરેખર, દુ:ખની વાત છે. સુર અસુરની સાક્ષીએ મને વરેલી દમયંતી ફરીવાર પરણવા તૈયાર થઈ છે! કામદેવ રૂપી દાવાનળે ગંગાસમી શીતળ દમયંતીને છોડી લાગતી નથી. પણ–' આવા અનેક વિચારે વચ્ચે અટવાયેલ કુબજ સભાગૃહમાંથી રાજભવન તરફ ગયો. તેના મનમાં થયું, હું જીવતો હોવા છતાં દમયંતી કેઈને પરણે એ બને જ નહિ, મારામાં બાહુબળ પડયું છે. સ્વયંવરમાં આવેલા દરેક રાજાને હું ધૂળ ચાટતે કરી નાખીશ. તક્ષક નાગની ફેણ પર શોભતા મણિને જેમ સ્પર્શી શકે નહિ તેમ મારા જીવતાં મારી પ્રિયાને કેણ ગ્રહણ કરી શકે ? આવા વિચારો સાથે કુજ ઋતુપર્ણ રાજાના ભવનમાં દાખલ થયો. વિચારમગ્ન કુજને જોતાં જ રાજાએ આદરભર્યા સ્વરે આવકાર