________________ પ્રકરણ 7 મું : : લગ્ન. વરાજ નળ ધાર્યા કરતાં ઘણે વહેલો આવી પહોંચે. માત્ર અઢી ઘટિકામાં. નળને આવેલ જેઈ કનકાવલીને ચહેરા ભારે હર્ષમાં આવી ગયો અને શિષ્યમુનિ પણ ઉત્સુલ નજરે તેના સામે જોઈ રહ્યા. અશ્વ પરથી નીચે ઊતરી નળે શિષ્ય મુનિને નમન કર્યા અને ભાવાનિલિની નામની દિવ્ય વનસ્પતિની એક શાખા. રજૂ કરતાં કહ્યું, “મહાત્મન, ધર્મની કૃપાથી આપે મંગાવેલી દિવ્ય ઔષધિ ' “યુવરાજ, તારા પુણ્યને પ્રભાવ પણ કામ કરી ગયા છે. કહી શિખ્ય મુનિએ ડાળખી હાથમાં લીધી. ત્યાર પછી ત્રણ નવકાર ગણને ડાળખી જળમાં ઝબોળી અને કંઈક મંત્રોચ્ચાર સાથે મહામુનિ પર તે ડાળખી નખશિખ પસારી. સહુના આશ્ચર્ય વચ્ચે એ દિવ્યૌષધિને પ્રભાવ દેખાવો શરૂ થયે. મુનિવર શ્રીધર મહારાજની જડરૂપ બની ગયેલી કાયામાં સંચાર શરૂ થયો. વિદ્યાધર રુદ્રાગે મૂકેલી કિલનવિદ્યા નષ્ટ થવા માંડી અને થોડી જ પળમાં મુનિશ્રીએ સહુના સામે નજર કરી..કનકાવલી બેલી ઊઠી, “ભગવાન, મારા નિમિત્તે આપે ઘણું કષ્ટ સહન કર્યું. હું એ દેષમાંથી કેવી રીતે છૂટી શકીશ ?' ચૌદપૂર્વધારી મહામુનિએ પ્રસન્ન સ્વરે કહ્યું ભદ્ર ! દુઃખ, વિપતિ, કષ્ટ, વેદના એ સહું અમારા માટે અમૃત સમાન હોય છે તુ મનમાં જરાયે સંતાપ સેવીશ નહિતારો કોઈ દોષ નથી. કર્તવ્ય