________________ ૩૨પ પિતાને ઘેર સુદેવે કહ્યું “દેવી, મહારાજા નળથી આપ વિખૂટાં પડી ગયાં છો એ સમાચાર ચેડા દિવસો પહેલાં જ મહારાજાને મળ્યા હતા અને તેઓ ત્યાં ને ત્યાં મૂછિત બની ગયા હતા...મહાદેવના દર્દીને પણ કેઈ અંત નથી. સમગ્ર રાજપરિવારે વૈભવ અને શૃંગારને ત્યાગ કર્યો છે. સમગ્ર જનતા રડી રહી છે. આ વાત વાયુવેગે પ્રસરી ગઈ. મહારાજા ચદ્રાવતં ય અને મહાદેવી ચન્દ્રાવતી આવી પહોંચ્યાં...બનને ઘણું જ આદર સહિત દમયંતીને રાજભવનમાં લઈ ગયાં. સુનંદાએ પરીક્ષા નિમિત્તે દમયંતીના ભાલ પ્રદેશ પર ઉષ્ણ નજળનું પોતું કરીને ઘસ્યું. દમયંતી પિતાનું પ્રાકૃતિકે તિલક છુ આવી રાખવા ખાતર તેના પર ચંદનને પ્રલેપ કરતી હતી...જળવાળા પિતાના સ્પર્શથી તેનું પ્રાકૃતિક તિલક ચમકી ઊઠયું. દમયંતીનાં માસી રાણી ચંદ્રાવતીએ કહ્યું: “બેટી, તારા દૌર્યને ધન્ય છે... માસીના ઘેર પણ તું અજ્ઞાત રહી. તેં જરા સરખેય સંશય ન આવવા દીધા. ખરેખર, તારી કાયા સુવર્ણ સમી અને માસુમ હોવા છતાં તારું હૃદય વજ જેવું જ છે.' ' દમયંતી કશું જ ન બોલી, માસીનાં ચરણમાં નમી પડી. મહારાજે સુદેવ અને શાંડિલ્યને પુષ્પ, રત્ન, સુવર્ણ, વગેરે અર્પણ કર્યું. રાજભવનમાં આનંદની લહર દેડી ગઈ. રાણીએ દમયંતીને એક પળ અળગી ન કરવાનો નિર્ણય કર્યો અને તેને પિતાના જ મંડપમાં લઈ ગઈ. બીજે દિવસે આ સમાચાર મહારાજા ભીમને આપવા રાજ્યના માણસો રવાના થઈ ગયા. સહુના હૈયામાં હોંશ હતો કે પહેલા સમાચાર હું આપુંડા દિવસમાં જ તેઓ કુંડિનપુર પહોંચી ગયા અને ઉલ્લાસભર્યા સ્વરે રાજસભામાં બિરાજેલા મહારાજા ભીમને