________________ વિષધપતિ સ્ત્રીઓ, નગરીના આચાર્યો, કલાકાર, સંગીત વિશારદ, વગેરે યથાસ્થાને બેસી ગયાં હતાં. રાજકન્યા દમયંતી અને અન્ય રાજકુમારીઓ રાજપુરોહિતને તેમ જ અન્ય પંડિતવને નમસ્કાર કરીને નિવતસ્થાને બેસી ગઈ હતી. કસોટીને પ્રારંભ થયે. સૌથી પ્રથમ વ્યાકરણને વિષય આવ્યે પરીક્ષા મૌખિક રીતે જ લેવાતી હોવાથી ત્યાં ઉત્તર આપવા પડતા વ્યાકરણની કસોટી એક પ્રહર પર્યત ચાલી અને તેમાં સર્વ શ્રેષ્ઠ તરીકે એક મંત્રીન્યા જાહેર થઈ. મધ્યાહૂન પછી પુનઃ બધાં એકત્ર થયાં સંગીતની કસોટી હતી અને તેમાં રાજકન્યા સર્વશ્રેષ્ઠ જાહેર થઈ. આમ, વિવિધ વિષયોની કસોટીમાં બાર દિવસ ચાલ્યા હતા. રાજકુમારી દમયંતી અન્ય વિષયોમાં અગ્ર રહેતી આવી. છેલે દિવસે પ્રશ્નકસેટી હતી. પંડિતે ગમે તે પ્રશ્ન પૂછે અને વિદ્યાર્થિનીઓ તેને ઉત્તર આપવો જોઈએ. આ પ્રશ્નો અભ્યાસના ન હેય. પણ જીવન, સંસાર, રાજ્ય ધમ, અધ્યાત્મ, આદર્શ, સંસ્કૃતિ, નિગમ, અર્થ, વગેરે ગમે તે વિષયનાં હેય. આવા પ્રશ્ન થી વિદ્યાર્થિનનું સામાન્ય જ્ઞાન કેટલું વિકસિત થયેલું છે તેની ખબર પડી જતી કારણ કે જે જ્ઞાન જીવનને સ્પર્શે નહિ તે જ્ઞાન નહિ, પણ એક વ્યર્થ બેજે જ છે એમ પંડિતો માનતા હતા, જેની જીવનમાં કદી જરૂર ન પડે એવા જ્ઞાન પાછળ વિદ્યાથીની શક્તિને વેડફી નાખવામાં ગુરુઓ જ્ઞાનનો દ્રોહ નિહાળતા હતા. આવો જ્ઞાનદ્રોહ કરવાથી પ્રજા-જીવન પામર, પંગુ અને પતળેલ બને છે એમ સહુ માનતા હતા. પ્રશ્ન કસેટીમાં એક સાથે પાંચ વિદ્યાર્થિનીઓ પંડિતે સામે ઊભી રહેતી અને બધા પંડિતે એક એક પ્રશ્ન ક્રમવાર પૂછતા. પ્રશ્નને ઉત્તર આપવામાં વિલંબ ન થવો જોઈએ. એવી સૂચના.