________________ નિષધપતિ છે, ધાર્મિક અને સત્વશીલ છે.એમની ભુજામાં દસ હજાર હાથીનું બળ છે. તેઓ જરૂર આપણને સહાય કરશે.” વળતે જ દિવસે અગિયાર તાપસ મુનિઓ જે વૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને તપસ્વી હતા તે નિષધા નગરી તરફ વિદાય થયા. કચકણ ચેતવણી આપીને અન્ય પ્રદેશ તરફ ચાલ્યો ગયો હતો. તેને ખાતરી હતી કે, પ્રાણીમાત્રને જીવતર ગમે છે....મૃત્યુ નથી ગમતું એટલે તાપસે અવશ્ય શરણાગતિ સ્વીકારશે. નવજવાન મહારાજા નળે છેડા સમય પહેલાં જ પિતાના બાહુબળ વડે દિગ્વિજય કર્યો હતે....તેના રાજભંડારમાં અઢળક સંપત્તિ એકત્ર થઈ હતી. ઘણા દુર્દીત રાજાઓને વશ કરીને તેણે પુષ્કળ સુવર્ણ પ્રાપ્ત કર્યું હતું પરંતુ રાજા નળને ઉદ્દેશ સંપત્તિ વધારવાનો નહોતે...સંપત્તિનો સદુપયોગ કરવાનું હતું અને એ આદર્શને સિદ્ધ કરવા તેણે દાનનો પ્રવાહ ચાલુ રાખ્યો હતે. વર્ષાઋતુને પ્રારંભ થઈ ગયો હતો. મેધરાજનું ગજન પુથ્વીને અતિ સુખદ જણાવા માંડયું...મયેના નાદથી જાણે પૃથ્વી પિતાના પ્રિયતમને ભેટવા આતુર બની ગઈ... અને નરનારના હૈયામાં મિલનની માધુરી રચનારા કામદેવે વિરહિણી સ્ત્રીઓ માટે બકુલ વૃક્ષને ચક્ર સમાન, ચંપક વૃક્ષને ભલ્લ જેવું અને કેતકી વૃક્ષને કણ બાણ જેવું બનાવ્યું...અર્થાત આ ત્રણેય વૃક્ષો વિરહિણી સ્ત્રીઓ માટે પિતાના સ્વામીની ગેરહાજરીના કારણે શલ્ય સમાં ભાસતાં હતાં. વર્ષોના પ્રારંભ કાળમાં મહારાજા નળ પોતાના રાજભવનના બેઠક ખડના ઝરૂખા પાસે રત્ન જડિત આસન પર બેઠા હતા. પંડિતજને મિત્રો, વીરાંગનાઓ, છડીદાર, પ્રતિહારીઓ, ભાટે. વિદૂષક, મહામંત્રી શ્રતશીલ, અન્ય મંત્રીઓ, વગેરે મહારાજ નળની સામે બેઠા હતા. વિવિધ પ્રકારની વાત ચાલતી હતી. બરાબર આ સમયે તાપસનું પ્રતિનિધિ મંડળ રાજભવનને