________________ 142 નિષધપતિ આ સંગામાં નળ સ્વયંવરમાં ભાગ લેવા ન આવે તે કેવી પરિસ્થિતિ ઊભી થાય? આ ભય તેના મનમાં જાગ્યો હતો અને દેવવ્રતના ઉત્તરથી તેના મનને શાંતિ પ્રાપ્ત થઈ ગઈ. રાજા ભીમે દરેક દૂતને વાયુવેગી અશ્વ આપ્યો હતો. કારણ કે દરેક સ્થળે નિશ્ચિત સમયમાં નિમંત્રણ મળી જવાં જોઈએ... અને એમ થાય તે જ ઘણું રાજાઓ આવી શકે અને દમયંતી પણ યોગ્ય સાથીની પસંદગી કરી શકે. ઉત્તર દિશા તરફ પ્રયાણ કરી ચૂકેલા દેવવ્રતે પિતાની સાથેના અન્ય સાઠ દૂતોને વિવિધ રાજ્યમાં નિમંત્રણ આપવાની વ્યવસ્થા સમજાવી દીધી હતી અને પિતે નિષધાનગરીમાં જવાનું નક્કી કર્યું હતું. વાયુવેગી અશ્વો એકધારી ગતિએ જતા હતા. માર્ગમાં જ્યાં જ્યાં પિતાના સાથીઓને માર્ગ ફંટાતે ત્યાં ત્યાંથી તેઓ અન્ય રાજ્યો તરફ વળી જતા. આમ, પ્રવાસ ખેડતે ખેડતે દેવવ્રત ધાર્યા કરતાં બે દિવસ વહેલે નિષધાનગરીના પાદરમાં આવી પહોંચે. હજુ સૂર્યોદયને થોડી વાર હતી. દેવવ્રતે નદી કિનારે પ્રાત:કાય નિમિત્તે અશ્વ ઊભો રાખ્યો. તેના સાથીએ એક વૃક્ષને ઓથે બંને અશ્વોને બાંધ્યા. દેવવ્રત શૌચાદિ કાર્ય નિમિત્તે ગયે. તેની સાથે સેવક ત્યાં જ ઊભો રહી ગયો. દેવવ્રતના આગમન પછી સેવક પણ શૌચ અર્થે ચાલ્યો ગયો. દેવવ્રતે કિનારા પરનું ઘાસ ચરવા માટે બંને અશ્વોને છૂટા કર્યો. અને સેવકના આગમન પછી બંનેએ દંતધાવન, સ્નાન, પૂજન, આદિ કાર્ય પતાવ્યું. સૂર્યોદય થઈ ગયું હતું. દેવવ્રત પિતાના સેવક સાથે નગરીમાં જવાની તૈયારી કરતો હતો. ત્યાં જ તેની નજર સામે કિનારે ધનુર્વિદ્યાના પ્રાગે કરી રહેલા એક નવજવાન પર પડી. તેનાથી થોડે દૂર