________________
૧૬૬
કુમારપાળ ચરિત્ર આ પ્રમાણે મુનિનું વચન સાંભળી યક્ષ બે, | હે મુનીંદ્ર! આપ મહા જ્ઞાની છે. આપે જે કહ્યું તે સત્ય છે. એમ કહી ફરીથી તે બોલ્ય.
હે મુનીશ્વર ! પૂર્વજન્મમાં આ હેમરથ રાજા મારે પૌત્ર હતું, માટે ભીમકુમારને લાવી આ રાક્ષસથી મેં એનું રક્ષણ કર્યું.
વળી પૂર્વ જન્મમાં સમ્યકત્વ તત્વનો કંઈક અતિચાર આવવાથી હું ઇંદ્રની સમૃદ્ધિને યંગ્ય હતું, છતાં પણ વ્યતંર થયે, એ ખેદજનક છે. તે હવે આપ મારી ઉપર કૃપા કરે ને ફરીથી મને સમ્યફળ આપે.
એ પ્રમાણે પ્રસન્ન થયેલા યક્ષે ચારણમુનિની યાચના કરી.
ત્યાર પછી મુનિશ્રીએ યક્ષ અને હેમરથને મોક્ષના તવરૂપ સમ્યક્ત્વ આપી, તેનું માહામ્ય કહ્યું, तिर्यगूनारकभावदावदहनो मर्त्यधुलोकोद्भव
द्वारोद्घाटनकुञ्चिका पृथुभवाकूपारयान महत् । पुण्यांभोरूहभास्करस्त्रिभुवन-श्रीलब्धिदिव्यौषध,
मुक्त्याकृष्टिनवांकुटी विजयते सम्यक्त्वमेकं नृणाम् ॥१॥ તિર્યંચ અને નારકના ભાવરૂપ વનને બાળવામાં અગ્નિ સમાન, મનુષ્ય અને સ્વર્ગલેકના જન્મરૂપ દ્વારને ઉઘાડવામાં કુંચી સમાન, અનંત ભવસાગર તરવામાં મહાન વહાણ સમાન, પુણ્યરૂપ કમલેને સૂર્યાસમાન,
ત્રણ લેકની સમૃદ્ધિ પામવામાં દિવ્ય ઔષધ અને મેક્ષનું આકર્ષણ કરવામાં નવીન સાણસીરૂપ એક સમ્યકત્વ જ મનુષ્યને જય આપનાર છે.
તે સમયે ભીમકુમારે પણ કાપાલિક વિગેરેને સંસર્ગથી સમ્યફવને કંઈક દૂષિત માનીને તે મુનિ પાસેથી આલોચના લીધી.
ત્યારબાદ તે સર્વે પિતાને ધન્ય માનતા છતા મુનીશ્વરને વંદન કરી પુનઃ હેમરથરાજાને ઘેર ગયા. હેમરથરાજા
હેમરથરાજાએ ભીમકુમારને નમસ્કાર કરી કહ્યું.