________________
૧૮૭
હિંસાવિનાશ જેવાથી પણ સંતુષ્ટ થયેલ જયંતચંદ્ર રાજા પિતાની સભા સમક્ષ બે .
આ ગૂર્જરદેશ વિવેકવડે બુહસ્પતિ સમાન છે, એમ સર્વ લોકો કહે છે, તે ચગ્ય છે, કારણકે, જેની અંદર આ દયાલ રાજા રહે છે.
જીવરક્ષા પ્રવર્તાવવામાં તેણે કે સુંદર ઉપાય કર્યો છે ? પુણ્યમાં જેનું મન આતુર હોય છે, તેને જ હું ધન્ય માનું છું.
તે પોતે દયા કરાવે છે અને એની પ્રેરણાથી પણ જો હું આ ન કરાવું તે મારી બુદ્ધિ કેવી ગણાય?
એમ વિચાર કરી રાજાએ પિતાના દેશ અને નગરમાંથી સર્વ જાળે મંગાવી, એક લાખ એંશી હજાર જાળ એકઠી થઈ. તેમજ બીજા પણ હિંસાનાં સાધન-હજારો શસ્ત્રાદિક ત્યાં મંગાવ્યાં.
સવ એકઠાં કરી શ્રીકુમારપાલના મંત્રીઓની સમક્ષ અગ્નિ સળગાવી બાળી નંખાવ્યા. પછી હિંસા બાળી નાંખી. એ પ્રમાણે સર્વ નગરમાં પટધ્વનિથી ઉદ્દઘોષણા કરાવી અને જાલિકાદિકને હુકમ કર્યો કે,
ફરીથી હવે કોઈએ જાલ વિગેરે હિંસાનાં સાધન બનાવવાં નહીં.
ત્યારબાદ શ્રી કુમારપાળે મેકલેલી ભેટથી દ્વિગુણ બહુ સુંદર ભેટ આપીને કાશી રાજાએ તે મંત્રીઓને વિદાય કર્યા. તેઓ પોતાના નગરમાં આવ્યા.
શ્રી હેમચન્દ્રાચાર્યની આગળ બેઠેલા શ્રીકુમારપાળને નમસ્કાર કરી મંત્રીઓએ ભેટ મૂકી કાશીરાજાનું સર્વ વૃત્તાંત નિવેદન કર્યું.
રાજાના તે અદૂભૂત કાર્યવડે ગુરુમહારાજ બહુ ખુશી થયા. પછી ધર્મના ઉત્સાહ માટે તેમણે શ્રી કુમારપાળની પ્રશંસા કરી. भूयांसो भरतादयः क्षितिधवास्ते धार्मिका जज्ञिरे,
नाऽभून्नो भविता भवत्यपि न वा चौलुक्य ! तुल्यस्तव । भक्त्या क्वापि धिया क्वचिद् घनधनस्वर्णादि दत्वा क्वचिद्,
देशे स्वस्य परस्य च व्यरचयजीवावन यद् भवान् ॥ १॥