________________
૩૦૬
કુમારપાળ ચરિત્ર
- હે પ્રભે ! આજે ચર પુરુષોએ સમાચાર આપ્યા છે, મહાબળવાન તુર્કસ્થાનને અધિપતિ ગજની શહેરથી પ્રયાણ કરી યુદ્ધ કરવા અહીં આવે છે.
તેને જીતવાને હું સમર્થ છું, પણ વર્ષોકાલમાં ઘરમાંથી બહાર ન જવું એ અભિગ્રહ કરવાથી હાલમાં હું અશક્ત જે થયે છું.
મારાથી બહાર નીકળાય તેમ નથી. માટે ખળભળેલા સમુદ્રના તરંગ સમાન ઉછળતા રૌનિકોવડે તે સ્વેચછ અધિપતિ અહીં આવી મારા દેશને ભંગ કરે તે હું શું કરું?
એક તરફ આ મારે નિયમ છે અને બીજી તરફ શત્રુ આવે છે. “એક તરફ નદી અને બીજી બાજુએ વ્યાઘ્ર” એ ન્યાય મને પ્રાપ્ત થયે છે.
ગુરુ બોલ્યા, હે રાજન! તારી બુદ્ધિ ધર્મ માં બહુ નિર્મળ છે. છે, માટે તારા દેશને આ શત્ર બાધ કરી શકશે નહીં.
તે આરાધના કરેલા જૈન ધર્મના મહિમારૂ૫ અગસ્તિ મુનિ અગાધ એવા પણ તારા ચિંતાસાગરને જરૂર પી જશે. દિવ્ય પલંગ
શ્રી હેમચંદ્રસૂરિ રાજાને એ પ્રમાણે શાંત કરી પવાસનવાળી ઈષ્ટદેવનું કઈક ધ્યાન કરવા બેઠા.
પછી બે ઘડીવાર થઈ એટલે આકાશ માર્ગે આવતે દિવ્ય વથી આચ્છાદિત એક પલંગ રાજાના જોવામાં આવ્યું.
આકાશમાં નિરાધાર વિદ્યાધરની વિમાનની માફક આ પલંગ કેવી રીતે આવે છે, એમ વિસ્મય પામી રાજા તે તરફ વારંવાર જેતે હતે.
તેટલામાં આકાશમાંથી ઉતરી તે પલંગ ક્ષણ માત્રમાં ગુરુની આગળ આવી સ્થિર થયે. તેની અંદર એક પુરુષ સુતે હતે.
અહીંયાં આ પલંગ કયાંથી ? અને આ પુરુષ કોણ સુતે છે? એ પ્રમાણે નરેંદ્રના પૂછવાથી ગુરુએ કહ્યું.