________________
૨૪૩
સાધમિકબંધુઓ ઉદર ભરનાર છે. અને હું તે એ નિર્ભાગી છું કે, પિતાને નિવાહ કરવામાં પણ શક્તિમાન નથી.
દાન અને માનથી વશ થયેલા મોટા પુરુષે પણ એની સ્તુતિ કરે છે અને દારિદ્રના ઉપદ્રવથી પીડાયેલી મારી પત્ની પણ મારી સ્તુતિ કરતી નથી.
તેમજ આવા મહાન તીર્થને ઉદ્ધાર કરવા માટે આ મંત્રી સમર્થ છે અને હું તે પુરુષ પ્રમાણ તીર્થને પણ નવીન કરવા સમર્થ નથી.
માટે આ મંત્રી જ પુણ્યમાં દષ્ટાંત છે, એમ હું માનું છું. જેનું આવું અલૌકિક ચરિત્ર ચક્રવર્તીને જીતનારું વતે છે.
એ પ્રમાણે ભીમવણિક વિચાર કરતો હતો, તેવામાં દ્વારપાલે તેને ગળે પકડીને બહાર કાઢી મૂક્યો. તે બીના મંત્રીને જોવામાં આવી. જેથી મંત્રીએ તેને તેજ વખતે પિતાની પાસે બેલાવરાવ્યું.
ભીમ ત્યાં આવી મંત્રીને નમસ્કાર કરી ત્યાં આગળ બેઠે. મંત્રીએ પોતાને માણસ હોય તેમ તેને પ્રેમથી પૂછયું, તું કેણ છે?
ભીમે વૃતવિક્રયથી થયેલો લાભ તથા પૂજા વિગેરે પિતાનું વૃત્તાંત કહ્યું.
મંત્રી બેત્યે. તને ધન્યવાદ ઘટે છે, નિર્ધન છતાં પણ જે તે આ પ્રમાણે શ્રીનિંદ્રભગવાનની પૂજા કરી. માટે સાધર્મિકપણાથી તું મારો ધર્મબંધુ છે.
એ પ્રમાણે સભા સમક્ષ રસ્તુતિ કરી વાગૂભટે ભીતિવડે બેસતા નહેતે તે પણ તેને બલાત્કારે પિતાના આસન ઉપર બેસાડો.
| દિવ્ય વસ્ત્રધારી મંત્રીની પાસે બેઠેલે મલિન વસ્ત્રધારી ભીમવણિક સફટિકમણિની નજીકમાં રહેલા શ્યામ પાષાણ સમાન દેખાતે હતે.
ભીમવણિકે વિચાર કર્યો, હું દરિદ્ર છું તો પણ મને મંત્રીએ જે માન આપ્યું, તે જરૂર શ્રીનિંદ્રભગવાનની પૂજાને જ મહિમા છે. સાધર્મિક બંધુઓ
તે સમયે સાધમિકબંધુઓ ત્યાં આવ્યા અને બહુ આનંદથી તેમણે સભામાં વિરાજમાન મંત્રીશ્વરને તત્કાલ વિનંતિ કરી.