________________
૩૩૪
કુમારપાળ ચરિત્ર ભાણેજને પિતાની રાજ્યગાદીએ બેસારૂં તે ઠીક એમ તે ધારતે હતે, તેટલામાં બહુ તાપને વિસ્તારતે આકસ્મિક જવર પ્રચંડ જવાલાથી વ્યાપ્ત અગ્નિની માફક તેના શરીરમાં પ્રગટ થયે.
જવરાતુર નરેંદ્રને જે વેદ્ય લેક એકદમ તે જવરને ઉતારવા માટે યત્નપૂર્વક સર્વ ઉપચાર કરવા લાગ્યા.
તે સમયે દુષ્ટ હૃદયવાળા અજયપાલે બહુ યુક્તિથી રાજાને જલની અંદર વિષ આપી દીધું.
કેશ- ખજાનાની કુંચી લઈ અને કેટલુંક સૈન્ય બલાત્કારે પિતાને સ્વાધીન કરી તે દુષ્ટબુદ્ધિ રાજયગ્રહણ કરવામાં ઉસુક થઈ બેઠે.
હવે પિતાના શરીરમાં સંક્રમેલા વિષને જોઈ રાજાએ જલદી વિષને દૂર કરનાર છીપ પોતાના ભંડારમાંથી મંગાવી.
કેશાધિપતિએ કહ્યું. હે રવામિ ! ભંડારની કુંચી અજ્યપાલ મારા હાથમાંથી બલાત્કારે લઈ ગયેલ છે અને તે કોશને ચારે બાજુએ રોકીને બેઠો છે.
એ પ્રમાણે કેશાધિપનું વચન સાંભળી વિશુદ્ધ મનવાળા રાજાને બીલકુલ અજયપાલ ઉપર કેદ થયે નહીં. અને પોતે વિચાર કર્યો કે, ભવિતવ્યતા સિવાય કંઈપણું બનતું નથી. આ વેગ પણ ભવિતવ્યતાને લીધે જ થયે છે.
રાજાએ પિતે મંગાવેલી છીપ નહીં આવેલી છે, તે સમયે તેની પાસે રહેલે કેઈક ચારણ બે. | હે રાજન ! આટલાં બધાં મંદિરે તમે શા માટે બંધાવ્યાં છે ? કારણ કે આપ સવામી છતાં પણ આપની મંગાવેલી એક છીપ ના આવી તે આ મંદિરની કેણ સેવા કરશે?
ખરેખર એનું કહેવું સત્ય છે, એમ ચમત્કાર પામી ભૂપતિએ તે ચારણને દારિદ્ર નાશક પારિતોષિક આપ્યું.
પછી તે જ સમયે ભૂપતિએ સર્વ ચૈત્યમાં નિરંતર પૂજાઓ પવર્તાવી તેમજ સાધર્મિક સેવા અને દીનાદિકને અન્નાદિકદાનની પ્રવૃત્તિ કરાવી.