Book Title: Kumarpal Charitra Part 02
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Jain SMP Sangh

View full book text
Previous | Next

Page 362
________________ રાજ્યચિંતા ૩૨૩ રાજન ! આ વૃતાંત વિશેષ કરી તું પૂછાવી છે, એમ ગુરુના કહેવાથી તેજ વખતે તેણે પિતાના આપ્ત પુરુષને એક શિલાનગરીમાં મેક. “ખરેખર કૌતુકીને આળસ હેતી નથી.” તે આપ્ત પુરુષ એક શિલાનગરીમાં એટર શ્રેષ્ઠીના પુત્રોને ઘેર ગયે. ત્યાં સ્થિરદેવી દાસીને મૂલથી આરંભી સર્વ વૃતાંત તેણે પૂછી લીધું. “હે રાજન ! અમે પણ બહુ સમય સુધી સંયમ પાળીને સમ્યફ પ્રકારે અનશનવિધિવડે સમાધિ પૂર્વક કાલ કરીને સમગ્ર સુખમય અને સમસ્ત શેક રહિત એવા ચેથા દેવલોકમાં જઈશું.” ' હે ભૂપાલ! ભરત ક્ષેત્રમાં ફરીથી પણ ઉત્તમ નરભવ પામી સુકૃતની રૂચિવાળા અને ભોગાભિલાષાના ત્યાગી એવા આપણુ બંને જણ વૃદ્ધાવસ્થામાં શુદ્ધ સંયમ પાલીને સર્વ સુખમય એવા મોક્ષપદને પામીશું. એમ શ્રીચારિત્રસુંદરગણિ સ્વરચિત શ્રી કુમારપાલચરિત્રમાં કહે છે. પછી ઓઢર શ્રેષ્ઠીએ બંધાવેલા શ્રી વીરભગવાનના ચૈત્યનાં દર્શન કરી તે સેવક રાજાની પાસે આવ્યો અને યથાસ્થિત તે સર્વ વૃત્તાંત તેણે ભૂપતિની આગળ નિવેદન કર્યું. તે સાંભળી શ્રીકુમારપાળ નરેદ્રને બહુ પ્રતીતિ થઈ જેથી બહુ આનંદવડે તેણે સંઘ સમક્ષ પોતાના ગુરુને “શ્રીકલિકાલ સર્વજ્ઞ” નું એવું બિરૂદ આપ્યું. રાજ્યચિંતા શ્રીમાન કુમારપાલરાજા પોતાની વૃદ્ધાવસ્થા જોઈ રાત્રિના સમયે એકાંતમાં રહી પોતાના ગુરુની આગળ કહેવા લાગ્યા. | સર્વ વિદ્યાઓના સાગર સમાન આપ સરખા ગુરુ વિદ્યમાન છતાં મા અભાગ્યને લીધે ગૃહસ્થાશ્રમ રૂપ વૃક્ષના ફલરૂપ પુત્ર મને પ્રાપ્ત થયું નહીં. અને દિવસે દિવસે અંગને કૃશ કરતી આ વૃદ્ધા વસ્થા રાજ્યદાનને લાયકની ચિંતા સાથે બલવાન થાય છે.

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384