________________
સ્વર્ગવાસ
૨૩૯ દાવાનળમાં તૃણુ સમાન હમે છે, તેવા વીર પુરુષને શસ્ત્રપ્રહાર સુખડી સમાન પ્રિય લાગે છે.
પરંતુ શત્રુંજય અને શકુની મૈત્યને મારે ઉદ્ધાર કરાવ, એવા નિયમપૂર્વક મેં પ્રતિજ્ઞા કરી છે. હાલમાં આ પ્રમાણે મારું મરણ થયે છતે કલ્યાણશ્રેણીની માફક ખંડિત થતી મારી તે પ્રતિજ્ઞા મારા હૃદયને આ લાગેલાં બાણેથી પણ અધિક વધે છે.
બીજું પણ દેવું મનુષ્યના દુઃખને માટે પ્રાયે થાય છે, તે આ દેવનું ત્રણ તે મહાદુઃખનું કારણ કેમ ન થાય?
એક તે દેવણ અને બીજું મારી પ્રતિજ્ઞાન ભંગ, એ બેના ચિંતવનથી મંદની માફક હાલમાં હું ગુરૂં છું.
તે સાંભળી માંડલિક રાજાઓ બહુ વિસ્મય પામી બેલ્યા. હે સ્વામિ ! ચિતાની માફક તપાવનારી ચિંતાને વૃથા ન કરે.
મારા પુત્ર વાગભટ અને આમ્રભરની પાસે એક ભક્તાદિક તમારા સર્વ અભિગ્રહ ગ્રહણ કરાવીને થોડા સમયમાં જ તમે પ્રતિજ્ઞા કરેલા બંને તીર્થોને ઉદ્ધાર અમે કરાવીશું.
તમારા કહ્યા પ્રમાણે આ કાર્ય અમે પાસે રહીને જરૂર કરાવીશું. કદાચિત તેઓ પિતૃભકિતથી વિમુખ થઈ આ કાર્ય નહી કરે તે અમે પિતે જ આ બંને તીર્થોને ઉદ્ધાર કરીશું. અહો ! શ્રેયસ કાર્ય કેને પ્રિય ન હોય ? સ્વર્ગવાસ
માંડલિક રાજાઓના વચનામૃતનું પાન કરવાથી આત્મશુદ્ધિ પામી શ્રીયુત ઉદયનમંત્રી બોલ્યા.
અંતિમ આરાધના માટે કોઈ પણ સાધુને અહીં લાવે. ત્યારપછી મંડલેશ્વરોએ બહુ તપાસ કરી. પરંતુ સાધુને પત્તો લાગ્યો નહીં.
ત્યારપછી તેમણે વિચાર કર્યો, મંત્રીને સમાધિભંગ ન થાય, એવી બુદ્ધિથી કઈક સરળ હૃદયના કુંવારા વંઠ પુરુષને મુનિની ક્રિયા શિખવી સાધુને વેષ પહેરાવી તેને મંત્રી પાસે લઈ ગયા.