________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર્ભાવિત થયેલો જણાશે, આમાં તે અવિભક્ત રીતે વણી લેવાયેલો કિવા વિકસ્વર થયેલ સ્વરૂપમાં વિચારી શકાશે. આચાર્ય શ્રીહેમચન્દ્ર પછી થયેલા અનેક સાહિત્યકારોના ગ્રન્થોનો પણ આધાર અને તેમના વિચારોનો સમન્વય આ પ્રકાશમાં જોઈ શકાશે. પં. વિશ્વનાથના સાહિત્યદર્પણ’નાં, પં. જગન્નાથના ‘રસ-ગંગાધર’નાં અને એવા બીજા અનેક ગ્રંથોનાં અવતરણો, ઉદાહરણો પણ આમાં જોઈ શકાશે. મૂલ ગ્રંથને અને અલંકારચૂડામણિ વ્યાખ્યાને વિશેષ સ્પષ્ટ કરવામાં પ્રકારાવિવરણકારે પ્રશંસનીય પ્રયત્ન કર્યો જણાય છે. અભ્યાસીઓને પ્રત્યેક પદ, વાક્ય, સમાસ, ઉદાહરણ આદિ સરલતાથી સમજાય, તે રીતે સ્વચ્છ પ્રકાશ આપતો આ વિવરણ-ગ્રંથ ‘પ્રકારા’નામને સાર્થક કરે છે. આમાં પ્રસંગાનુસાર પાયાન્તરોમાંથી ખાસ પાર્કની પસંદગી કરવામાં કેટલોક વિવેક કરેલો જણાય છે. આમાં ઉદાહરણ તરીકે ઉષ્કૃત કરેલાં પદ્યોની પણ વિશદ વ્યાખ્યા કરેલી હોઈ તે પર પણ ઉજ્જવલ પ્રકાશ ફેંકેલો જોઈ શકાય છે. એ રીતે આ ગ્રંથદ્વારા સેંકડો રસપ્રદ સુભાષિતોનો રસાસ્વાદ માણતાં કાવ્યતત્ત્વનું ઉચ્ચ શિક્ષણ મેળવી શકાય તેમ છે. એક પ્રકાશદ્વારા અનેક ગ્રંથોનું જ્ઞાન મળી શકશે. આમાં ઉદ્ધૃત કરેલ વિવિધ વિષયોના સેંકડો ગ્રંથોની અને ગ્રંથકારોની સૂચી જોવાથી પણ આ ‘પ્રકાશ’ વ્યાખ્યા પાછળ લેવાયેલ પરિશ્રમની મહત્તા સમજાશે.
પ્રકાશ-કાર આચાર્ય શ્રીવિજયલાવણ્યસૂરિજી
આ ‘પ્રકાશ’ વ્યાખ્યા . રચનાર. આચાર્ય શ્રીવિજયલાવણ્યસૂરિજીનો અહિં સંક્ષેપમાં પરિચય કરાવવો જોઈ એ. તેઓ વીસમી સદીના વિદ્વાન છે, એથી એમની કિંમત ઓછી આંકી શકાય નહિ. સૌરાષ્ટ્રે જે જે વિદ્વત્નો અને સૂરિરત્નો આપ્યાં છે, તેમાં તેમનું ગૌરવભર્યું ઉચ્ચ સ્થાન છે. તેમની જન્મ-ભૂમિ મોટાદ(સૌરાષ્ટ્ર) છે, તેમણે સં. ૧૯૫૩ માં પોતાના જન્મથી વીસાશ્રીમાલી વણિજ્ઞાતિને, પિતાશ્રી જીવણલાલને અને માતુશ્રી અમૃતને ધન્ય બનાવ્યાં છે. ૧૮ વર્ષની વયમાં સૌરાષ્ટ્રરત્ન પ્રસિદ્ધ સદ્ગુરુ આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરજીનો સમાગમ થતાં વૈરાગ્ય-વાસિત થઈ, સાદડી (મારવાડ)માં જઈ ને સં. ૧૯૭રમાં આષાઢ
For Private And Personal Use Only