________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવનવા ઉલ્લેખવાળી જે બુદ્ધિ તે “પ્રતિભા કહેવાય છે. આ પ્રતિભા કાવ્યનું કારણ છે. પ્રતિભાના ભેદ– सावरणक्षयोपशममात्रात् 'सहजा' ॥ ५॥
આવરણના ક્ષયોપશમ માત્રથી સહિત જે હોય તે “સહજા પ્રતિભા કહેવાય છે. (૫)
મત્રાપાધિ
મંત્ર તથા દેવતાદિકના અનુગ્રહ વગેરેથી થનાર જે હોય તે ઉપાધિકી પ્રતિભા કહેવાય છે. (૬) પ્રતિભા સંસ્કાર– व्युत्पत्यभ्यासाभ्यां संस्कार्या ॥ ७॥
વ્યુત્પત્તિ અને અભ્યાસથી (બન્ને પ્રકારની પ્રતિભા) સંસ્કાર પમાડવાને લાયક છે. (૭) વ્યુત્પત્તિ लोकशास्त्रकाव्येषु निपुणता व्युत्पत्तिः ॥ ८॥
લોક, શાસ્ત્ર અને કાવ્યમાં જે નિપુણતા તે “વ્યુત્પત્તિ” કહેવાય છે. (૮) અભ્યાસ–
काव्यविच्छिक्षया पुनःपुनः प्रवृत्तिरभ्यासः॥९॥ કાવ્યને જાણતાં અથવા વિચારતાં હોય તે કાવ્યવિદ્દ (કવિઓ-સહૃદયો) કહેવાય છે. તેની શિક્ષા વડે વારંવાર જે પ્રવૃત્તિ તે “અભ્યાસ કહેવાય છે. (૯) શિક્ષા
सतोऽप्यनिबन्धोऽसतोऽपि निबन्धो नियमश्छायाधुपजीवनादयश्च शिक्षाः॥१०॥ વિદ્યમાન એવા જાત્યાદિકનું (જાતિ દ્રવ્ય ગુણ ક્રિયા વગેરેનું) જે અવર્ણન તે, અવિદ્યમાન એવા જાત્યાદિકનું જે વર્ણન તે, અતિપ્રસિદ્ધ એવા જાત્યાદિકનું એક ઠેકાણે જે અવધારણ કરવું તે, અને છાયાદિકનું જે ઉપજીવનાદિ (અવલંબનાદિ) તે, “શિક્ષા” કહેવાય છે. (૧૦)
For Private And Personal Use Only