________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગયેલ છે, પરંતુ તે પર રચાયેલાં પલવ, વિવેક, મંજરી, પરિમલ, મકરન્દ (શુભવિજયકૃત) આદિ હજી પ્રકાશમાં આવ્યાં નથી, તેમ જ તેમને અલંકાર–પ્રબોધ' પણ હજી અપ્રકાશિત છે.
જયમંગલાચાર્યની કવિ – શિક્ષા અને વિનયચંદ્રસૂરિની વિનયાંકા કવિ-શિક્ષા” અદ્યાવધિ અપ્રકાશિત છે.
મંત્રી મંડને કાવ્યમંડન, અલંકારમંડન, ચંપમંડન આદિ ગ્રંથો દ્વારા કવિ – કલાનું મંડન કર્યું છે.
દિ કવિ જિન(? અજિતસેને અલંકાર-ચિંતામણિ આપે છે. વિદ્યા – વ્યાસંગી કેટલાય જૈન વિદ્વાનોએ કાવ્યાલંકાર-શાસ્ત્રના ગ્રંથો પર વિવેકભરી વ્યાખ્યાઓ રચી, તે ગ્રંથે અભ્યાસીઓને અભ્યાસ કરવા ચોગ્ય સરલ બનાવ્યા છે—
કટના કાવ્યાલંકાર પર નમિસાધુએ વિ. સં. ૧૧૨૫ માં વિશદ ટિપ્પન રચ્યું છે, તે પ્રકાશિત છે, પરંતુ દિ૦ આશાધરે તે પર રચેલ નિબન્ધન હજી અપ્રકટ છે.
દંડીને કાવ્યાદર્શ પર આચાર્ય વાદિસિંહ - નામાંકિત ત્રિભુવનચકે રચેલી ટીકા હજી અપ્રસિદ્ધ છે.
મમ્મટના કાવ્યપ્રકાશ પર માણિજ્યચંદ્રસૂરિએ સં. ૧૨૪૬ (?) માં રચેલી સંકેત વ્યાખ્યા પ્રસિદ્ધ છે, પરંતુ ગુણરનગણની વિસ્તૃત ટીકા “સારદીપિકા' હજી પ્રકાશ આપતી નથી. તથા મહેપાધ્યાય ભાનુચંદ્ર અને સિદ્ધિચંદ્રની “દૂષણ – ખંડન” વિકૃતિ અને ઉ૦ શ્રી યશોવિજયજીની વૃત્તિ હજી અપ્રકટ છે.
મહારાજા ભોજના સરસ્વતીકંઠાભરણ પર વિષમપદોપનિબંધરૂપ પદ-પ્રકાશ ભાંડશાલી(ભણશાલી) પાર્ધચંદ્ર-સૂનુ આજડ વિદ્વાને રચેલ છે, જે હજી અપ્રકાશિત છે.
બૌદ્ધ વિદ્વાન ઘર્મદાસના વિદગ્ધમુખમંડન પર શિવચંદ્ર, વિનયરન અને વિનયસાગરે રચેલી વ્યાખ્યા, અવચૂરિ અને મે સુંદરગણિનો બાલાવબોધ વગેરે હજી પ્રકાશમાં આવ્યાં નથી.
– અલંકાર મહોદધિના સંપાદન – પ્રસંગે ત્યાં સંત પ્રસ્તાવનામાં અમે વિદ્વાનોનું લક્ષ્ય એ સાહિત્ય તરફ ખેંચ્યું છે.
For Private And Personal Use Only