________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
(૧૦) ઉ. શ્રીયશોવિજયજીને “નય-રહસ્ય” પર “પ્રમોદા વૃત્તિ. (૧૧) , સપ્તભંગી “નય-પ્રદીપ” પર બાલ
બોધિની વૃત્તિ. (૧૨) , નયોપદેશની “નયામૃત-તરંગિણી' પર
‘તણિ ટીકા. ઉપર્યુક્ત ધાતુરત્નાકર મૂળગ્રંથ અને અનેક ગ્રંથોનું વિવરણ મળીને લગભગ ૭ લાખ શ્લોક-પ્રમાણ સંસ્કૃત સાહિત્યના રચનાર આચાર્ય શ્રી વિજયલાવણ્યસૂરિજીની કાવ્યાનુશાસનની પ્રસ્તુત “પ્રકાશ વ્યાખ્યાનું પ્રથમ અધ્યાયનું આ નૂતન સંસ્કરણ સંપાદક પં. શ્રીસુશીલવિજયગણિની યથાશક્ય સાવધાનતાથી શુદ્ધ પ્રકાશિત થયું છે. તે વિદ્યાભ્યાસીઓને, તથા વિદ્વજનોને આનંદ-પ્રમોદ સાથે અપૂર્વ પ્રકાશ આપનાર થાય-તેમ ઈચ્છીએ અને આશા રાખીએ કે આગળના સર્વ ભાગ નિવિન્ને જલદી પ્રકાશમાં આવે. વ્યાખ્યાકાર આચાર્ય શ્રી વિજયલાવણ્યસૂરિજી, પોતાના સુવિનીત સુશિક્ષિત આશાસ્પદ શિષ્યરત્ન પં. દક્ષવિજયજી ગણી, તથા પં. સુશીલવિજયજી ગણું આદિ મુનિ-મંડલ સાથે હાલ શાંતાકઝ (મુંબઈ) તરફ વિચરી રહ્યા છે, તે ચિરકાલ વિજયવંત રહી અનેક પ્રકારે સાહિત્ય-સેવા સાથે શાસન-સેવા બજાવવા શક્તિમાન થાય—એવી પરમાત્માને પ્રાર્થના કરતાં વિરમું છું.
સં. ૨૦૧૨ ફા. શુ. ૭ સેમી વિદ્વજનાનુચર
લાલચંદ્ર ભગવાન ગાંધી, લિબડા પોળ, વડોદરા. ! [ નિવૃત્ત જૈનપંડિત-વડોદરા રાજ્ય
For Private And Personal Use Only