________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર્દ નમઃ | કલિકાલસર્વજ્ઞ-કુમારપાલભૂપાલપ્રતિબોધક-સુન્દરસાહિત્યસર્જક- છે 8 પરમશાસનપ્રભાવક–સૂરિપુરન્દર શ્રીહેમચન્દ્રસૂરિભગવદ્વિરચિત છે છે “કાવ્યાનુશાસનનો સંક્ષેપાર્થ:આ કર્તા–પજ્યાસજી મહારાજ શ્રી સુશીલવિજયજી ગણ.
મંગલાચરણ
अकृत्रिमस्वादुपदां, परमार्थाभिधायिनीम् । सर्वभाषापरिणतां, जैनी वाचमुपास्महे ॥ १ ॥
અકૃત્રિમ (વાસ્તવિક) સ્વાદુ પદો છે જેમાં એવી અથવા અકૃત્રિમ અને માધુર્યયુક્ત પદો છે જેમાં એવી, પરમ અર્થને કહેનારી એવી, અને સર્વભાષામાં પરિણામ પામેલી એવી જિનેશ્વર વિભુની વાણીની ઉપાસના કરીએ છીએ. (૧) પ્રસ્તાવના –
शब्दानुशासनेऽस्माभिः साध्व्यो वाचो विवेचिताः। तासामिदानी काव्यत्वं यथावदनुशिष्यते ॥ २॥
શબ્દાનુશાસનમાં (સિદ્ધહેમવ્યાકરણ શાસ્ત્રમાં) અમારા વડે અસાધુશબ્દોથી સાધુ શબ્દોને જુદા પાડેલા છે, તેનું હવે કાવ્યપણું જે રીતે હોય તે રીતે કહેવાય છે. (૨) પ્રજન–
काव्यमानन्दाय यशसे कान्तातुल्यतयोपदेशाय च ॥३॥
કાવ્ય” આનંદને માટે, યશને માટે, અને નારીની સરખા ઉપદેશને માટે છે. લોકોત્તર જે કવિની રચના તે કાવ્ય કહેવાય છે. (૩) કાવ્યનું કારણુ–
प्रतिभाऽस्य हेतुः॥४॥
For Private And Personal Use Only