________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુ. ૫ ના દિવસે તેમણે જૈન પ્રજ્યા સ્વીકારી હતી, ત્યારથી લવજીભાઈ લાવણ્યવિજયજી' નામથી ઓળખાયા. તેઓ ગુસાન્નિધ્યથી વિદ્યાભ્યાસમાં દિન-પ્રતિદિન આગળ વધ્યા, વિદ્વાનોના સમાગમે અનેક શાસ્ત્રોમાં વિશારદ થયા. સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ, પ્રાચીન–નવ્ય ન્યાયશાસ્ત્ર, કાવ્ય-સાહિત્યશાસ્ત્ર, જૈન આગમ-શાસ્ત્ર આદિમાં તેમણે સારી નિપુણતા પ્રાપ્ત કરી છે.
ગુરુજીએ તેમની સુયોગ્યતા વિચારી તેમને ક્રમશઃ અનેક પદ – પ્રદાન કર્યા છે. સં. ૧૯૮૭ માં (કા. વ. ૨) અહમ્મદાવાદ (ગુજરાત)માં તેમને પ્રવર્તકપદ આપ્યું, સં. ૧૯૯૦ માં (માર્ગશીર્ષ શુ. ૮, ૧૦) ભાવનગર(સૌરાષ્ટ્ર)માં તેમને ગણિ અને પન્યાસ - પદ અપાયાં. તથા સં. ૧૯૯૧માં (જેઠ વ. ૨) ગુરુજીની જન્મભૂમિ મહુવા(સૌરાષ્ટ્ર) માં તેમને ઉપાધ્યાય - પદ આપવામાં આવ્યું હતું. એટલું જ નહિ, ગુરુજીએ તેમની વિશેષ યોગ્યતા વિચારી, પ્રસન્ન થઈ તેમને સંઘ – સમક્ષ
વ્યાકરણ – વાચસ્પતિ “કવિરલ “શાસવિશારદ એવી ત્રણ પદવીઓથી પણ પ્રખ્યાત કર્યા હતા અને સં. ૧૯૯ર માં (વે. શુ. ૪) અમદાવાદમાં તેમને આચાર્ય-પદવીથી વિભૂષિત કર્યા હતા. પ્રૌઢ વિદ્વત્તા સાથે સુજનતાથી શોભતા પ્રસ્તુત આચાર્ય શ્રીવિજયેલાવણ્યસૂરિજીએ સતત વિદ્યા – વ્યાસંગથી, સાહિત્ય-સમુપાસનાથી, પરોપકારમય પ્રવૃત્તિથી એ પંદવીઓને ઉચ્ચ પ્રકારે શોભાવી છે. દીર્ઘદર્શ પ્રતાપી પ્રભાવક ગુરુવર્ય આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરજી પોતાના દિગ્ગજ – સમાન આઠ શિષ્યવયોને – સૂરિઓને પોતાના પટ પર સ્થાપી સ્વર્ગ સંચર્યા, તેમના ૮ પ્રતિનિધિ ૫ – પ્રભાવકોમાં આચાર્ય શ્રી વિજયલાવણ્યસૂરિજીનું વિશિષ્ટ સ્થાન છે.
પ્રસ્તુત આચાર્ય શ્રી વિજયલાવણ્યસૂરિજીએ પ૮ વર્ષ જેટલી વયમાં, ૪૦ વર્ષ જેટલા ચારિત્ર-પર્યાયમાં સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ, મેવાડ, દક્ષિણ આદિ દેશોમાં વિચરી વ્યાખ્યાનાદિ-શક્તિથી ચતુર્વિધ જૈનસંઘને અને અન્ય શ્રદ્ધાળુ વિશાલ જન – સમાજને પ્રભાવિત-અનુગ્રહીત કરેલ છે. એ સાથે પૂર્વાચાર્યોના – વિશિષ્ટ વિદ્વાનોના ગહન ગ્રંથોની સરલ
For Private And Personal Use Only