Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૫
ઈિરાન અને ગ્રીસ
૨૧ બન્યુઆરી, ૧૯૩૬
તારા પત્ર આજે મળ્યા અને તું તથા તારી મા ખુશીમાં છે એ જાણી આનંદ થયો. પરંતુ દાદુનો તાવ મટે અને તેમની માંદગી દૂર થાય તા કેવું સારું! જિંદગીભર એમણે સખત પરિશ્રમ કર્યાં છે અને આજે પણ એમને આરામ તથા શાંતિ મળતાં નથી.
તારા પત્ર ઉપરથી જણાય છે કે તે આપણા પુસ્તકાલયમાંથી લઈને ઘણાં પુસ્તક વાંચ્યાં છે. વળી તે બીજા વાંચવાલાયક પુસ્તકાનાં નામ સૂચવવાની મારી પાસે માગણી પણ કરી છે. પરંતુ તે કયાં પુસ્તકા વાંચ્યાં છે એ તે મને જણાવ્યું જ નથી, પુસ્તકા વાંચવાની ટેવ સારી છે, પરંતુ જે ઢગલાબંધ પુસ્તકા ઝપાટાભેર વાંચી નાખે છે તેમને વિષે હું જરા શંકાશીલ રહું છું. તેમને વિષે મને એવી શંકા રહે છે કે તે પુસ્તકા ધ્યાનપૂર્વક વાંચતા જ નથી પણ ઉપર ઉપરથી જોઈ જાય છે અને પછી બીજે જ દિવસે ભૂલી પણ જાય છે. જો કાઈ પુસ્તક વાંચવાલાયક હોય તો તેને ધ્યાનપૂર્વક અને પૂરેપૂરી કાળજીથી વાંચવું જોઈ એ. પરંતુ સંખ્યાબંધ પુસ્તકા તો વાંચવાલાયક હતાં જ નથી. આથી સારું પુસ્તક પસંદ કરવાનું કામ ધણું મુશ્કેલ છે. પણ તું મને એમ કહી શકે કે આપણા પુસ્તકાલય માટે તમે જે પુસ્તકે પસ ંદ કર્યાં તે બધાં સારાં હોવાં જ જોઈ એ; નહિ તેા તમે એને પુસ્તકાલયમાં રાખ્યાં શાને ? ખેર, તારાથી વંચાય એટલાં પુસ્તકા વાંચતી રહેજે અને આ નૈની જેલમાંથી બની શકે એટલી મદદ હું તને કરતા રહીશ. તારા શારીરિક તેમજ માનસિક વિકાસ કૈટલી ઝડપથી થઈ રહ્યો છે એના વિચારો મને ઘણી વાર આવે છે. તારી સાથે રહેવાની મારી ઇચ્છા કેટલી બધી પ્રબળ છે ! સંભવ છે કે આ પત્રા તને પહોંચે ત્યાં સુધીમાં તેા તે એટલી બધી પ્રગતિ કરી હશે કે તે તારે માટે નકામા થઈ પડે. પરંતુ હું