Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
યુરોપ પૂર્વ એશિયાને ઓહિયાં કરવા માંડે છે પ૭ ફિરંગીઓની મારફતે જ તેજાના મેળવવા પડતા હતા. તેઓ તેજાનાના ટાપુઓ સાથે બીજા કોઈને સીધે વેપાર પણ કરવા દેતા નહોતા. એથી પિગાલ તવંગર બન્યું પણ તેણે પિતાની વસાહત ખીલવવાને કશે પ્રયત્ન ન કર્યો. તું જાણે છે કે તે બહુ નાનકડો દેશ છે અને તેની પાસે બહાર મોકલવા જેટલાં માણસે ફાજલ નહોતાં. એ નાનકડા દેશે ૧૦૦ વરસ સુધી એટલે કે આખી સોળમી સદી દરમ્યાન પૂર્વના દેશમાં જે કરી બતાવ્યું તે જોતાં આપણને ભારે આશ્ચર્ય થાય છે.
* એ સમય દરમ્યાન પેનવાસીઓ તે ફિલિપાઈન ટાપુઓને જ ચોંટી રહ્યા અને તે ટાપુઓમાંથી બની શકે એટલું નિવવાનો તેમણે પ્રયાસ કર્યો. ખડણ વસૂલ કરવા સિવાય બીજું કશુંયે તેમણે કર્યું નહિ. પૂર્વના મહાસાગરમાં ઝઘડે ટાળવા ખાતર તેમણે ફિરંગી લેકે સાથે સમજૂતી કરી હતી. સ્પેનની સરકાર ફિલિપાઈન ટાપુઓના લેકને સ્પેનિશ અમેરિકા સાથે વેપાર કરવાની છૂટ આપતી નહતી. કેમકે, એમ કરવાથી પેરુ તથા મેકિસકેનું સેનું તથા રૂપે પૂર્વ તરફ ઘસડાઈ જાય એ તેને ડર હતે. આખા વરસ દરમ્યાન ફક્ત એક જ વહાણ અમેરિકાથી ત્યાં આવતું અને ત્યાંથી પાછું ફરતું. આને તેઓ “મનિલા ગેલિયન” કહેતા. ફિલિપાઈન ટાપુઓમાં વસતા સ્પેનવાસીઓ પ્રતિવર્ષ આવતા આ વહાણની કેટલી આતુરતાપૂર્વક રાહ જોતા હશે તેની તું કલ્પના કરી શકશે. ૨૪૦ વરસ સુધી લાગલગાટ “મનિલા ગેલિયને ” અમેરિકા અને ફિલિપાઈન ટાપુઓ વચ્ચેનો પ્રશાંત મહાસાગર પ્રતિવર્ષ ઓળંગ્યો હતે.
સ્પેન અને પિટુંગાલને મળેલી આ સફળતાથી યુરોપની બીજી પ્રજાઓ ઈર્ષાથી બળવા લાગી. આગળ ઉપર આપણે જોઈશું કે એ સમયે આખા યુરોપ ઉપર સ્પેને પ્રભુત્વ જમાવ્યું હતું. ઈંગ્લંડ ત્યારે પ્રથમ પંક્તિનું રાજ્ય નહોતું. નેધરલેન્ડ્ઝ – એટલે કે હોલેંડ અને બેલ્જિયમના થડા ભાગમાં સ્પેનના શાસન સામે બળવો થયે હતે. અંગ્રેજ લેકેને સ્પેન પ્રત્યે ઈર્ષ્યા હતી અને નેધરલૅન્ડ્ઝ પ્રત્યે સહાનુભૂતિ હતી એટલે તેમણે ડચ લેકેને એટલેકે નેધરલેન્ડ્ઝના લેકને ખાનગી રીતે મદદ કરી. કેટલાક ખલાસીઓએ જેને ચાંચિયાગીરી કહી શકાય એવાં કાર્યો કરવા માંડ્યાં. તેમણે ભરદરિયે અમેરિકાથી પ્રજાને ભરીને આવતાં સ્પેનમાં વહાણો લૂટ્યાં. આ જોખમભરેલા પણ નફાકારક સાહસને આગેવાન સર ફાંસિસ ડેઈક હતું. તે આ ચાંચિયાગીરીને સ્પેનના રાજાની દાઢીને આંચ લગાડવાની રમત કહેતે હતે.