Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
८८
બાબર
૩ સપ્ટેમ્બર, ૧૯૩૨ હવે આપણે પાછાં હિંદુસ્તાન આવીશું. આપણે થે સમય યુરેપને આપે, તેની ગડમથલે, ઝઘડાઓ અને યુદ્ધો નિહાળ્યાં અને ૧૬મી તથા ૧૭મી સદી દરમ્યાન ત્યાં શું બની રહ્યું હતું તે સમજવા પ્રયત્ન કર્યો. યુરોપના એ સમય વિષે તારા ઉપર કેવી છાપ પડી હશે એની તે મને ખબર નથી. એ વિષે તને ચાહે તે છાપ પડી છે, પણ મને ખાતરી છે કે એ છાપ સાવ નિર્ભેળ અને સ્પષ્ટ તે ન જ હોય. અને એમાં તાજુબ થવા જેવું જરાયે નથી; કેમકે એ સમયનું યુરોપ અનેક પ્રકારની વિષમતાઓ અને વિચિત્રતાઓથી ભરેલું હતું. સતત અને હેવાનિયતભરી લડાઈઓ, ઇતિહાસમાં જેનો જોટો જડવો મુશ્કેલ છે એવી ધર્માધતા અને કરતા, રાજાઓની આપખુદી અને રાજ્ય કરવાને તેમને દેવી અથિકાર, નમાલે બની ગયેલે ઉમરાવ વર્ગ અને આમપ્રજાનું નિર્લજ્જ શેષણ આ બધું યુરેપમાં તે સમયે હતું. એ બધાની તુલનામાં ચીન તે યુરોપ કરતાં આપણને યુગના યુગ જેટલું આગળ લાગે છે. તે તે સંસ્કારી, કલાપ્રિય, સહિષ્ણુ, અને પ્રમાણમાં શાંત દેશ હતે. છિન્નભિન્ન થઈ ગયેલું અને અધોગતિને પંથે વળેલું હિંદુસ્તાન પણ ઘણી બાબતોમાં યુરેપ કરતાં ચડિયાતું હતું.
પણ યુરેપની એક બીજી અને વધારે ઉજજવળ બાજુ પણ આપણી નજરે પડે છે. ત્યાં આગળ એ સમયે અર્વાચીન વિજ્ઞાનને આરંભ થતા જણાય છે તથા જનતાના સ્વાતંત્ર્યનો ખ્યાલ પણ વિકસિત અને રાજાઓનાં રાજ્યસનને કંપાવત માલુમ પડે છે. આ બધાના મૂળમાં અને આ તેમજ બીજી બધી પ્રવૃત્તિઓના કારણરૂપ પશ્ચિમ તથા વાયવ્ય યુરોપના દેશોના વાણિજ્ય તથા ઉદ્યોગને વિકાસ હ. દૂર દૂરના દેશ સાથે વેપાર ખેડતા વેપારીઓથી : ભરેલાં અને કારીગરેની ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી ગાજતાં મેટાં મોટાં શહેરે ઠેર ઠેર ઊભાં થયાં. પશ્ચિમ યુરેપના બધા દેશોમાં શિલ્પીઓ