Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૪૨૮
જગતના ઇતિહાસનું રેખાદર્શીન
સત્ય અને જીવનનું માધુર્ય સુધ્ધાં તેઓ ભૂલે છે અને તે હજારો વર્ષ પૂર્વેના તેમના જંગલી પૂર્વજો જેવા બની જાય છે.
તે પછી યુદ્ધ એ કારમી અને ભીષણ વસ્તુ હોય એમાં કંઈ આશ્ચય છે ખરું ?--- પછી ભલેને તે ગમે તે યુગમાં લડવામાં આવતું હોય.
આ દુનિયાથી અપરિચિત હાય એવી કાઈ વ્યક્તિ યુદ્ધને સમયે આપણી વચ્ચે આવી પહોંચે તે તે શું કહેશે ? માનો કે શાંતિને સમયે હિ પણ કેવળ યુદ્ધને પ્રસંગે જ તે આપણને જુએ છે. આમ, યુદ્ધ ઉપરથી જ તે આપણી કિંમત આંકશે અને એવા અનુમાન ઉપર આવશે કે, આપણે પ્રસંગોપાત્ત કુરબાની કરનાર અને હિ ંમત બતાવનાર પરંતુ એકંદરે જોતાં કશાંયે સારાં લક્ષણા વિનાના અને પરસ્પર એકબીજાની કુંતલ અને સહાર કરવાના એકમાત્ર પ્રમળ આવેગને વશ થયેલા ક્રૂર અને નિષ્ઠુર હેવાના છીએ. આપણે વિષે તે આવા વિપરીત અભિપ્રાય બાંધશે. અને છતાં આપણા વિષેના તેને એ ખ્યાલ વિકૃત હશે. કેમકે અમુક વિશિષ્ટ પ્રસ ંગે અને તે પણ કવેળાએ તે આપણી એક જ બાજુ જુએ છે.
એથી કરીને, ભૂતકાળને વિષે આપણે કેવળ યુદ્ધો અને ખુના મરકા લક્ષમાં રાખીને જ વિચાર કરીશું તો આપણે તેના અંદાજ ખોટા કરીશું. કમભાગ્યે યુદ્ધો તેમજ ખુનામરકી પાસે પોતા તરફ વધારે પડતું લક્ષ ખેંચવાની કરામત હોય છે. લેકાનું રોજિંદુ જીવન કંઇક નીરસ હોય છે. ઇતિહાસકારને એ વિષે વળી શું કહેવાનું હોય ? એટલ ઇતિહાસકાર વિગ્રહે તથા યુદ્ધોનાં મનાવાને પોતાના ખ્યાનમાં ઝડપી લે છે અને તેમને કાગનો વાઘ કરી મૂકે છે. અલબત્ત, આપણે આવા વિગ્રહેાની અવગણના ન કરી શકીએ એ ખરું, પરંતુ આપણે તેમને ધટે તેના કરતાં વિશેષ મહત્ત્વ ન આપવું જોઈ એ. આપણે વ માનકાળને લક્ષમાં રાખીને ભૂતકાળના તથા આપણી જાતને નજર સમક્ષ રાખીને તે સમયના લેાકા વિષે વિચાર કરવા જોઈ એ. તા જ આપણે તેમને વિષે માનવતાભયે ખ્યાલ બાંધી શકીશું. તો જ આપણે સમજી શકીશું કે પ્રસ ંગોપાત્ત થતા વિગ્રહે નહિ પણ લેકાનું રાજિંદુ જીવન તથા તેમના વિચારો જ વધારે મહત્ત્વના છે. આ વસ્તુ લક્ષમાં રાખવી હિતાવહ છે કેમકે તારાં તિહાસનાં પુસ્તકા આવાં યુદ્ધો તથા વિગ્રહોની વાતોથી ભરચક હશે. મારા આ પત્ર પણ પેતાના માર્ગ ચૂકીને એ દિશામાં આડા ઊતરી જાય એવ સંભવ છે. આનું ખરું કારણ તો ભૂતકાળના લોકોના રોજિંદા જીવન વિષે લખવાની મુશ્કેલી છે. એ વિષે મને પૂરતી માહિતી નથી.