Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 653
________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન એ ખુન્નસભર શત્રુનાં લશ્કર ધાડાં : અમ દેશ વિષે બુમરાણ મચાવે આજે, તે વેગભર્યા અમ દેશે ધસતાં આવે અમ નરનારીબાળક હણવાને કાજે. શસ્ત્ર સજે, ઓ નગરજનો હે, રચી લિયે તમ સેના, આગેકૂચ બિરાદર, આગેકૂચ સદા અબ આગે, આ ભૂમિ આપણું લેાહી શત્રુનું માગે. એ લેક રાજાઓનાં દીર્ધાયુષ્ય માટેનાં મિથ્યા ગીત નહેાતા ગાતા. એને બદલે તેઓ માતૃભૂમિ તથા સ્વતંત્રતા – મારી સ્વતંત્રતાના દિવ્ય પ્રેમનાં ગીત ગાતા હતા. એ પુનિત ભક્તિ અમ માતૃભોમની, અમ શસ્ત્રોને નવબલવંતાં ઘડજે ! એ સ્વતંત્રતા, પ્રિય સ્વતંત્રતા, તવ સૈનિકની પડખે રહીને તું લડજે ! તેમને ભારે તંગી વેઠવી પડતી હતી, તેમની પાસે પૂરતે ખોરાક નહોતે, કપડાં અને પગરખાં પણ પૂરતાં નહોતાં એટલું જ નહિ, પણ તેમની પાસે પૂરતાં હથિયાર પણ નહોતાં, ઘણી જગ્યાઓએ તો સૈન્યને માટે પોતાનાં પગરખાં આપી દેવાનું પ્રજાજનોને કહેવામાં આવ્યું. દેશદાઝવાળા લેકેએ જેની તંગી હતી અને સૈન્યને માટે જે જરૂરી હતી એવી ખાનપાનની અનેક વસ્તુઓને તયાગ કર્યો. કેટલાક લેકે તે વખતેવખત ઉપવાસ પણ કરતા. ચામડાંને સામાન, રડાનાં સાધને, પેણીઓ, ડોલે તથા બીજી અનેક ઘરગતુ વસ્તુઓની માગણી કરવામાં આવી. પેરીસના મહોલ્લાઓ તથા ગલીઓમાં સેંકડે લુહારની કોઢમાં હથોડા ચાલી રહ્યા હતા, કેમ કે શહેરનાં સ્ત્રીપુરુષ સહિત બધા જ પ્રજાજને હથિયારે બનાવવાના કાર્યમાં સુધ્ધાં મદદ કરી રહ્યા હતા. લેકો અતિશય તંગી વેઠી રહ્યા હતા, પરંતુ માતૃભૂમિ ફ્રાંસ, ચીંથરેહાલ પરંતુ પોતાના માથા ઉપર સ્વતંત્રતાના ઝળહળતા મુકુટથી દીપતા ક્રાંસ ઉપર, જોખમનાં વાદળે ઝઝૂમતાં હોય અને દુશ્મન તેને દ્વારે આવીને ઊભા હેય ત્યારે એ બધી વસ્તુઓની શી પરવા ? એથી ફ્રાંસને યુવકવર્ગ તેની વહારે ધાયો અને ભૂખ કે તરસની લેશ પણ પરવા કર્યા વિના આગેકૂચ કરીને તેણે વિજય પ્રાપ્ત કર્યો. કાર્બાઈલ કહે છે કે, “આહારની

Loading...

Page Navigation
1 ... 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690