Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૩૫૪
જગતના ઇતિહાસનું રેખાદર્શીન
'કઠેકાણે સુંદર ગીલ્ડ-હોલો એટલે ક, નગરગૃહે અથવા તો મહાજનગૃહે આપણા જોવામાં આવે છે. લડનમાં પાર્લામેન્ટનાં મકાના ગૌથિક શૈલીનાં છે પરંતુ તે કત્યારે બાંધવામાં આવ્યાં હતાં એની મને ખબર નથી. મારા ધારવા પ્રમાણે મૂળ ગૅથિક મકાન બળી ગયું હતું અને તે પછી તેની જગ્યાએ ગોથિક શૈલીનું બીજું મકાન આંધવામાં આવ્યું હતું.
અગિયારમી તથા બારમી સદીમાં બંધાયેલાં ગોથિક શૈલીનાં આ બધાં ભવ્ય દેવળે! શહેરે કે કસ્બાઓમાં આવેલાં હતાં. જૂનાં શહેરા ફરી પાછાં સજીવન થતાં હતાં અને નવાં વિકસતાં જતાં હતાં.
યુરોપભરમાં પરિવર્તન થઈ રહ્યું હતું અને સર્વત્ર નગરજીવનને વિકાસ થવા લાગ્યો હતો. અલબત, પહેલાં રોમન સામ્રાજ્યના સમયમાં ભૂમધ્ય સમુદ્રના આખા કાંઠા ઉપર મોટાં મોટાં નગરે હતાં. પરંતુ રામ અને ગ્રીક -રોમન સ ંસ્કૃતિના પતનની સાથે એ નગરો પણ ઋણું થઈ ગયાં. કટાન્ટિનેપલ અને આરએના સ્પેન સિવાય આખા યુરોપમાં ભાગ્યે જ કાઈ મોટું શહેર હતું. એશિયા ખંડમાં હિંદુસ્તાન, ચીન અને આરમેાના પ્રદેશમાં આ સમયે મોટાં મેટાં શહેરે આબાદ સ્થિતિમાં હતાં પરંતુ યુરોપમાં તે સમયે એવાં શહેર નહાતાં. સ ંસ્કૃતિ સુધારા અને નગરા એ સહગાની હોય એમ જણાય છે. રામન રાજ્યવ્યવસ્થા પડી ભાગ્યા પછી લાંબા વખત સુધી ચુપમાં આમાંનું કશું નહોતું.
પરંતુ હવે ત્યાં ફરી પાછું નગરજીવન સબ્વન થયું. ખાસ કરીને ઇટાલીમાં આ નગરે વિકસ્યાં. પવિત્ર સામ્રાજ્યના સમ્રાટના મનમાં એ નગરે શૂળની પેઠે સાલતાં હતાં; કેમકે એ બધાં પેાતાના કેટલાક અધિકારો અને સ્વતંત્રતા ખૂંચવી લેવામાં આવે તે સહી લેવા તૈયાર નહાતાં. ઇટાલી તેમ જ ખીજી જગ્યાએનાં આ શહેર વેપારી વર્ગ તથા બૂઝવા એટલે કે ભદ્રલે કા અથવા મધ્યમ વર્ગને ઉદય સચવે છે.
આન્ડ્રિયાટિક સમુદ્ર ઉપર પ્રભુત્વ ભગવતું વેનિસ શહેર સ્વતંત્ર પ્રજાસત્તાક થયું હતું. જેની વાંકીચૂકી નહેરોમાંથી સમુદ્રનું પાણી આવા કરે છે તે વેનિસ શહેર આજે તે અતિશય રમણીય છે, પરંતુ એ વસ્યું તે પહેલાં એ સ્થાન અતિશય ભેજ અને ઝાંખરાવાળું હતું. કૂણાના સરદાર ઍટિલાએ તરવાર અને આગની સાથે એક્વીલિયામાં પ્રવેશ કર્યાં ત્યારે કેટલાક લોકો વેનિસના આ ભેજવાળા સ્થાને નાસી