Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧:૦૦ બાસ્તિયનું પતન
૭ ઓક્ટોબર, ૧૯૩૨ આપણે ૧૮મી સદીની બે ક્રાંતિઓનું સંક્ષેપમાં અવલોકન કરી ચૂક્યાં છીએ. આ પત્રમાં હું એ સદીની ત્રીજી ક્રાંતિ – કાંસની ક્રાંતિ વિષે તને કંઈક કહીશ. આ ત્રણ ક્રાંતિ પૈકી ક્રાંસની આ ક્રાંતિએ દુનિયામાં ભારે ખળભળાટ મચાવ્ય. ઇંગ્લંડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિનું મહત્વ બહુ ભારે હતું, પરંતુ તેણે ધીમે ધીમે પગપેસારો કર્યો અને ઘણુંખરા લેકને તે તેને વિકાસ અને હસ્તી દેખાયાં પણ નહિ. તે સમયે ગણ્યાગાંઠયા લેકે જ એનું ખરું મહત્ત્વ સમજ્યા હતા. પરંતુ ફાંસની ક્રાંતિ તે વીજળીના કડાકાની પેઠે એકાએક ગાજીને ફાટી નીકળી અને તેણે યુરોપના લેકને આશ્ચર્યમાં ડુબાડી દીધા. હજી સુધી યુરોપ સંખ્યાબંધ રાજાઓ તથા સમ્રાટની એડી નીચે હતો. પુરાણું પવિત્ર રોમન સામ્રાજ્ય વાસ્તવિક રીતે ક્યારનુંયે મૃતપ્રાય થઈ ચૂક્યું હતું, પરંતુ કાગળ ઉપર તેની હસ્તી હજી કાયમ રહી હતી અને તેના કલેવર વિનાના પ્રેમનો એળો આખા યુરોપ ઉપર હજી પથરાઈ રહ્યો હતે. રાજામહારાજાઓ અને દરબાર તથા મહેલાતની એ દુનિયામાં બહુ જનસમાજની ભીતરમાંથી એક વિચિત્ર અને ભીષણ સર્વ પેદા થયું. એ સવે જરીપુરાણા વિશિષ્ટ અધિકાર તથા રૂઢિઓની લેશમાત્ર પણ પરવા ન કરી અને કાંસના રાજાને જડમૂળથી ઉખેડી ફેંકી દીધો અને બીજા રાજાઓની પણ એ જ દશા કરવાની ધમકી આપી. જેમની તેઓ આજ સુધી અવગણના કરતા આવ્યા હતા તથા જેમને તેમણે પિતાની એડી નીચે ચગદી રાખ્યા હતા તે આમસમુદાયના બળવાથી યુરોપના રાજારજવાડાઓ તથા અમીરઉમરા કમ્પી ઊઠ્યા એમાં કશું આશ્ચર્ય છે ખરું?
ક્રાંસની ક્રાંતિ એક જ્વાળામુખીની પેઠે ફાટી નીકળી. આમ છતાં કાંતિ તેમ જ જવાળામુખીઓ પિતાનાં કારણે કે લાંબા કાળની પૂર્વ તૈયારી વિના એકાએક ફાટી નીકળતાં નથી. તેમને અચાનક વિશ્લેટ