Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 672
________________ નેપેલિયન 'ઉ૫૯ આખા યુરોપને તેણે છક કરી નાખ્યું. ફ્રેંચ સૈન્યમાં હજીયે કંઈક અંશે ક્રાંતિની ભાવના ટકી રહી હતી. પરંતુ એ સિનિકે ચીંથરેહાલ હતા. તેમની પાસે પૂરતાં વસ્ત્રો નહોતાં, પગમાં પહેરવાને જડા નહેતા તેમ જ ખોરાક કે પૈસા પણ નહોતા. ઈટાલીનાં ફળદ્રુપ મેદાનમાં પહોંચે ત્યારે ખોરાક તથા બીજી બધી સારી સારી વસ્તુઓ આપવાનું વચન આપીને એ ચીંથરેહાલ અને ઉઘાડપગા સૈનિકોને તે આલેપ્સ પર્વત ઓળંગાવીને ઇટાલીમાં લઈ ગયે. બીજી બાજુ ઈટાલીના લેકેને તેણે સ્વતંત્રતા આપવાનું વચન આપ્યું અને જણાવ્યું કે જુલમગારના ત્રાસમાંથી તેમને મુક્ત કરવાને તે ત્યાં આવે છે. આ ક્રાંતિકારીઓની ભાષા અને લૂંટફાટ કરવાની આશાનું અજબ પ્રકારનું મિશ્રણ હતું! આ રીતે તેણે ફ્રેંચ અને ઈટાલિયનની ભાવનાનો બહુ ચતુરાઈથી લાભ ઉઠાવ્યું અને પોતે અમુક અંશે ઈટાલિયન હેવાથી ઈટાલીમાં તેના વચનની ભારે અસર થઈ તેને વિજયે મળતા ગયા તેમ તેમ તેની પ્રતિષ્ઠા વધતી ગઈ અને તેની કીર્તિ ફેલાતી ગઈ પિતાના સૈન્યમાં તે સામાન્ય સૈનિકને વેઠવાં પડતાં સુખદુઃખમાં તેમ જ જોખમમાં ભાગ ભરતે; અને હુમલે કરતી વખતે તે તે સામાન્ય રીતે સૌથી વધારે જોખમકારક સ્થળે જ ખડે થતો. તે હમેશાં લાયકાતની તપાસમાં રહેતા અને લાયક માણસ મળી આવે છે તે તેને ત્યાંને ત્યાં જ રણક્ષેત્ર ઉપર તેનું ઈનામ આપતા. સૈનિકોની નજરે તે તે પિતાતુલ્ય હતો – જો કે તે બહુ તરુણ પિતા હતે ! તેઓ તેને વહાલથી “નાના કોર્પોરલ” તરીકે ઓળખતા અને સામાન્ય રીતે તું કહીને બોલાવતા. પછી આ તરણ સેનાપતિ વીસથી ત્રીસ વરસની ઉમર સુધીમાં ફ્રેંચ સૈનિકોને વહાલસોયો થઈ પડે એમાં જરાયે આશ્ચર્ય છે ખરું? તેણે ઉત્તર ઈટાલીમાં સર્વત્ર વિજય મેળવ્યા, ઑસ્ટ્રિયાના સિન્યને ત્યાં આગળ હરાવ્યું, વેનિસના પ્રાચીન પ્રજાસત્તાક રાજ્યને અંત આ તથા સામ્રાજ્યવાદીના જેવી અઘટિત સુલેહ કરી અને પછી તે એક મહાન વિજેતાની પેઠે પેરીસ પાછો ફર્યો. ફ્રાંસમાં તેની સત્તાનો આરંભ થઈ ચૂક્યો હતેપરંતુ પૂરેપૂરી સત્તા હાથ કરવાનો સમય હજી આવ્યા નથી એમ કદાચ તેને લાગ્યું હોવું જોઈએ; આથી તેણે સૈન્ય લઈને મીસર ઉપર ચડાઈ કરવાની યેજના કરી. તેની યુવાવસ્થાથી જ તેને પૂર્વ તરફના દેશ માટે આકર્ષણ રહ્યા કરતું હતું. હવે તે પિતાનું એ આકર્ષણ સેતેષી શકે

Loading...

Page Navigation
1 ... 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690