Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
બાબર
૫૨૫ હિંદમાં આવ્યાને માંડ ચાર વરસ થયાં. એટલામાં બાબર મરણ પામે. આ ચારે વરસો લડાઈઝઘડામાં વીત્યાં અને એ દરમ્યાન તેને જરાયે આરામ મળે નહિ. હિંદમાં તે તે પરાયા સમાન જ રહ્યો અને તેને વિષે તે સાવ અજાણ રહ્યું. આગ્રામાં તેણે સુંદર રાજધાનીને પાયે નાખ્યો અને તેના બાંધકામ માટે કન્સ્ટાન્ટિનોપલના એક મશહૂર શિલ્પીને બોલાવ્યું. એ સમયે ‘ભવ્ય સુલેમાન કૌ—ાન્ટિને પલમાં રોનકદાર ઈમારત ચણાવી રહ્યો હતો. સિનાન નામનો એક મશહૂર ઉસ્માની શિલ્પી હતે તેણે યુસુફ નામના પિતાના એક પ્રિય શિષ્યને હિંદમાં મેક હતિ.
બાબરે પિતાનાં સંસ્મરણે લખ્યાં છે અને એ આનંદપ્રદ પુસ્તકમાંથી આપણને એ પુરુષને નિકટને પરિચય મળી રહે છે. એમાં તેણે હિંદુસ્તાન તથા તેનાં પ્રાણીઓ, ઝાડે તથા ફળફૂલેને ખ્યાન કર્યું છે
–દેડકાને સુધ્ધાં તે ભૂલ્યા નથી. પિતાનાં વતનનાં તરબૂચ, ફૂલે તથા દ્રાક્ષ માટે તે અનેક વાર નિશ્વાસ નાખે છે અને આ દેશના લેકે માટે તે અતિશય નિરાશાભર્યા ઉગારે કાઢે છે. એના અભિપ્રાય મુજબ તે તેમનામાં એક સારું લક્ષણ નહોતું. ચાર વરસ સુધી યુદ્ધમાં ગૂંથાયેલા રહેવાને કારણે હિંદુસ્તાનના લેકીને તેને પરિચય થયો ન હોય એ બનવા જોગ છે. વળી વધારે સભ્ય વર્ગો તે આ નવા વિજેતાથી અળગા જ રહ્યા હશે. નવે આવનાર પરાયા લેકોના જીવન તથા તેમની સંસ્કૃતિને સહેલાઈથી નથી સમજી શકતએ ગમે તેમ હો, પણ કેટલાક સમયથી અહીં શાસન કરી રહેલા અફઘાન લેક કે દેશના મોટા ભાગના બીજા લેકમાં તેને કોઈ પણ આવકારલાયક વસ્તુ જડી નથી. પરંતુ તે સારો નિરીક્ષક હતા, અને નવા આવનારનું પક્ષપાતી વલણ બાદ કરતાં, એના હેવાલ ઉપરથી આપણને માલુમ પડે છે કે તે કાળે ઉત્તર હિંદુસ્તાનના બૂરા હાલ હતા. દક્ષિણ હિંદમાં તે તે ગયો જ નહોતે.
બાબર આપણને જણાવે છે કે હિંદનું સામ્રાજ્ય વિશાળ, ગીચા વસ્તીવાળું અને આબાદ છે. એની પૂર્વ, દક્ષિણ તેમજ પશ્ચિમ સરહદે મહાસાગર આવેલું છે અને એની ઉત્તરે કાબુલ, ગઝની અને કંદહાર છે. સમગ્ર હિંદુસ્તાનની રાજધાની દિલ્હી છે.” તે અહીં આવ્યા ત્યારે હિંદ અનેક રાજ્યમાં વહેંચાઈ ગયેલું હોવા છતાં બાબર તેના તરફ
એક સમગ્ર ઘટક તરીકે જુએ છે એ વાત લક્ષમાં રાખવા જેવી છે. હિંદુસ્તાનની એકતાને આ ખ્યાલ ઈતિહાસના આરંભથી ચાલ્યો આવે છે