________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૧ | ગાથા-૯
આથી જ=થોડો દ્રવ્યાનુયોગના પરમાર્થનો બોધ કરીને તુચ્છ મતિવાળા જીવો “હું દ્રવ્યાનુયોગ જાણું છું” એવો ગર્વ કરે આથી જ, ઉપરના ચાર નથ=ઋજુસૂત્રાદિ ચાર વય, અતિગંભીર છે. ઘણાને પરિણમે નહીં એમ જાણીને સિદ્ધાંતમાં પ્રથમ દેખાડ્યા નથી અને ગંભીર એવાં તે નયો ગુરુની આધીનતાએ જ લેવાના કહ્યા છે અને ગંભીર એવાં તે નયોના પરમાર્થને જાણનારા ગુરુએ જ આપવા જોઈએ, અન્યએ નહીં તેમ કહ્યું છે. ૧/૯
૨૨
ભાવાર્થ:
સમ્મતિ, તત્ત્વાર્થ વગેરે જૈનશાસનના મહાગ્રંથો છે તેના લેશમાત્રરૂપ દ્રવ્યગુણપર્યાયનું વર્ણન ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં કર્યું છે. વળી, તેનો પરમાર્થ પણ વાંચનમાત્રથી પ્રાપ્ત થાય તેવો નથી, અતિ ગંભીર છે. માટે પ્રવચનને જાણનારા ગુરુના વચનથી જ તેનો ૫રમાર્થ પ્રાપ્ત થાય તેમ છે. તેથી પ્રસ્તુત ગ્રંથ ભણીને દ્રવ્યાનુયોગના પરમાર્થનો થોડો બોધ કરીને ગર્વ કરશો નહીં પરંતુ ઉચિત ગુરુ પાસેથી દ્રવ્યાનુયોગના રહસ્યને જાણવા પ્રયત્ન કરશો તો તત્ત્વની પ્રાપ્તિ થશે.
પ્રસ્તુત ગ્રંથનો પરમાર્થ અતિ ગંભીર છે તેની પુષ્ટિ કરવા માટે કહે છે કે આના કારણે જ શાસ્ત્રમાં ઋજુસૂત્રાદિ ચા૨ નયોને અતિગંભીર કહ્યા છે. તેથી સામાન્ય બુદ્ધિવાળા જીવો તેના રહસ્યને પામી શકે તેવા નથી. માટે શાસ્ત્રકારોએ યોગમાર્ગના અર્થી આઘભૂમિકાવાળા જીવોને તે નયો બતાવવાનો નિષેધ કર્યો છે અને જ્યારે શ્રોતા દ્રવ્યાનુયોગના સૂક્ષ્મ મર્મને જાણી શકે તેવી પ્રજ્ઞાવાળા થાય ત્યારે નયોના પરમાર્થને જાણનારા ગુરુએ તેવા યોગ્ય શ્રોતાને ઋજુસૂત્રાદિ ચાર નયો બતાવવાના કહ્યા છે.
આનાથી એ ફલિત થાય કે, દ્રવ્યાનુયોગનો વિષય સાતે નયો સાથે અતિગંભીર રીતે સંકળાયેલો છે અને દ્રવ્યાનુયોગના પરમાર્થને જાણનારા યોગી શીઘ્ર દ્રવ્યાનુયોગના ચિંતવનથી વીતરાગભાવને પ્રાપ્ત કરી શકે છે. આમ છતાં આદ્યભૂમિકાવાળા જીવો દ્રવ્યાનુયોગના ગ્રંથો ભણે તો ત્રૂટક તૂટક કોઈક પદાર્થોને જાણે અને તેટલા માત્રમાં તે દ્રવ્યાનુયોગના મર્મને જાણે છે તેવો ભ્રમ ગ્રહણ કરે તો પોતે દ્રવ્યાનુયોગના પારગામી છે તેવું અભિમાન થાય અને તેના કારણે દ્રવ્યાનુયોગના મર્મને જાણવા માટે સદ્ગુરુ પાસે યત્ન કરે નહીં, તો દ્રવ્યાનુયોગના બોધથી હિત સાધી શકે નહીં. માટે ગંભીરતાપૂર્વક દ્રવ્યાનુયોગના મર્મને જાણવામાં ઉદ્યમ કરવો જોઈએ. ૧/૯॥