________________
૧૬૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૫) ગાથા-૧
નયવાદી જે એકાંશવાદી છે=પદાર્થના અનેક અંશોમાંથી કોઈક એક અંશને કહેનાર છે, તે પણ મુખ્યવૃત્તિ અને ઉપચારથી એક અર્થતે પદાર્થને, વિશે ત્રયરૂપપણે જાણે છે. જો કે, તયવાદીની એકઅંશવચનની શક્તિ એક જ અર્થને કહે છે તોપણ લક્ષણારૂપ ઉપચારથી બીજા બે અર્થ મુખ્યવૃત્તિથી કહ્યા છે તેનાથી બીજા બે અર્થ, પણ જાણે છે.
અહીં કોઈ કહે કે એકસાથે વૃત્તિક્ય ન હોય મુખ્યવૃત્તિ અને ઉપચારવૃત્તિ બંને વૃત્તિ ન હોય, તે પણ તંત નથી=અર્થવાળું નથી.
કેમ અર્થવાળું નથી ? તેથી કહે છે –
“ગંગામાં મત્સ્ય અને ઘોષ છે" ઈત્યાદિ સ્થાનમાં જે માટે બે વૃત્તિ પણ મુખ્યવૃત્તિ અને ઉપચારવૃત્તિ પણ, માની છે. અહીં પણ=નયવાદીના વચનમાં પણ, મુખ્ય અને અમુખ્યપણે અનંતધર્માત્મક વસ્તુ જણાવવાના પ્રયોજનથી એક નયના વચનથી શબ્દની બે વૃત્તિ માનતા=મુખ્યવૃત્તિ અને ઉપચારવૃત્તિ-બંને વૃત્તિ માનતાં, વિરોધ નથી.
અથવા તયાત્મક શાસ્ત્રમાં ક્રમિકવાક્યત્ય પણ એ અર્થ જણાવે છે અર્થાત્ દ્રવ્યગુણપર્યાયને ક્રમિકવાક્યઠ્યથી જણાવે છે. અર્થાત્ પ્રથમ વાક્યથી દ્રવ્યરૂપે જણાવે તો, બીજા વાક્યથી ગુણપર્યાયરૂપે જણાવે છે.
અથવા એક બોધ શબ્દમાં છે અને એક બોધ અર્થમાં છે, એમ અનેક ભંગ જાણવા અર્થાત્ પ્રથમ અર્થ મુખ્યવૃત્તિથી અને ઉપચારવૃત્તિથી બતાવ્યો, ‘અથવાથી બીજો અર્થ ક્રમિકવાક્યત્યરૂપે બતાવ્યો અને ‘અથવાથી ત્રીજો અર્થ ‘એક બોધ શબ્દથી અને એક બોધ અર્થથી' એ રીતે અનેક વિકલ્પ જાણવા.
આ પ્રમાણે જ્ઞાનદષ્ટિથી=નય અને પ્રમાણરૂપ જ્ઞાનદષ્ટિથી જગતના ભાવ જોવા જોઈએ.
ભાવાર્થ :
જગતમાં ચક્ષુથી દેખાતા ઘટપટાદિ અર્થો છે અર્થાત્ ઘટપટાદિ પદાર્થો છે અને શ્રુતચક્ષુથી દેખાતાં જીવાજીવાદિ સાત તત્ત્વો છે. તેમાંથી કોઈપણ એક પદાર્થને ગ્રહણ કરીને વિચારવામાં આવે તો પ્રમાણદૃષ્ટિથી તે પદાર્થ દ્રવ્ય, ગુણ, પર્યાયરૂપ છે; કેમ કે પ્રમાણદષ્ટિ તે પદાર્થને પૂર્ણ સ્વરૂપે જુએ છે અને પૂર્ણ સ્વરૂપે ઘટાદિ કોઈ એક પદાર્થને જોવા માટે પ્રયત્ન કરવામાં આવે તો તે પદાર્થ દ્રવ્યરૂપ, ગુણરૂપ અને પર્યાયરૂપ જણાય છે. જેમ ચક્ષુ સામે પડેલો ઘટ હોય અને સ્યાદ્વાદથી પક્વ બુદ્ધિવાળો પુરુષ તેને જુએ તો તે ચક્ષુથી દેખાતો ઘટ તેને માટી દ્રવ્યરૂપે જણાય છે, તે માટી દ્રવ્યનો ઘટપર્યાય દેખાય છે અને તે દેખાતા ઘટપદાર્થમાં માટીદ્રવ્યના રૂપરસાદિ ગુણ પણ દેખાય છે. તેથી સ્થૂલદષ્ટિથી “આ ઘટ છે” તેમ કહેવામાં આવે છે, પરંતુ સ્યાદ્વાદના વચનથી તે ઘટપદાર્થને જોવામાં આવે તો તે દ્રવ્યરૂપ, પર્યાયરૂપ અને ગુણરૂપ દેખાય છે. એ રીતે કોઈ સંસારી જીવને જોવામાં આવે તો સંસારી જીવ આત્મરૂપે દ્રવ્ય છે, શરીરાદિ તેના પર્યાય છે અને જ્ઞાનવર્યાદિ તેના ગુણ છે.