________________
૨૨૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૬ગાથા-૧૪ એકવચનનો અને બહુવચનનો ભેદ હોવાથી આ શબ્દથી વાચ્ય પાણી જુદું છે અને નનમ્ શબ્દથી વાચ્ય પાણી જુદું છે એમ શબ્દનય કહે.
ઋજુસૂત્રનયને એ=શબ્દનય, એમ કહે છે=આગળમાં બતાવે છે એમ કહે છે, જે “કાલભેદથી અર્થભેદ=ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળરૂપ કાળભેદથી અર્થનો ભેદ કરીને, વર્તમાનમાત્રના અર્થને તું સૂત્રક, માને છે=સ્વીકારે છે, તો લિંગાદિના ભેદથી ભેદ–અર્થનો ભેદકપદાર્થનો ભેદ, કેમ નથી માનતો ?” એમ કહીને ઋજુસૂત્રનયે સ્વીકારેલ પદાર્થ ઉચિત નથી પરંતુ પોતે સ્વીકારેલ પદાર્થ ઉચિત છે એમ શબ્દનય સ્થાપન કરે છે.
સમભિરૂઢનય એમ કહે, જે ભિન્ન શબ્દ હોય તે ભિન્નાર્થક જ હોય. તેથી ઘટ અને કુંભ શબ્દથી વાચ્ય શબ્દનયથી એક હોવા છતાં સમભિરૂઢનયથી ભિન્ન જ અર્થ પ્રાપ્ત થાય છે. શબ્દનયને એ=સમભિરૂઢનય, એમ કહે છે=આગળમાં બતાવે છે એમ કહે છે, જે “જો તું=શબ્દનય, લિંગાદિભેદથી અર્થનો ભેદ માને છે તો શબ્દભેદથી અર્થભેદ કેમ માનતો નથી ?' એમ કહીને શબ્દનયે સ્વીકારેલ પદાર્થ ઉચિત નથી પરંતુ પોતે સ્વીકારેલ પદાર્થ ઉચિત છે એમ સમભિરૂઢનય સ્થાપન કરે છે. તે માટે શબ્દનય માને છે તે ઉચિત નથી તે માટે, ઘટ શબ્દનો અર્થ=ઘટ શબ્દથી વાચ્ય એવો અર્થ, ભિન્ન છે, કુંભ શબ્દનો અર્થ= કુંભ શબ્દથી વાચ્ય એવો અર્થ, ભિન્ન છે. એમ એ ત=સમભિરૂઢનય, માને છે. સમભિરૂઢીયે ઘટ શબ્દથી વાચ્ય પદાર્થ અને કુંભ શબ્દથી વાચ્ય પદાર્થ ભિન્ન છે એમ કહ્યું ત્યાં પ્રશ્ન થાય કે લોકમાં ઘટ શબ્દથી વાચ્ય પદાર્થ અને કુંભ શબ્દથી વાચ્ય પદાર્થ ભિન્ન પ્રસિદ્ધ નથી છતાં સમભિરૂઢનય તેને ભિન્ન કેમ કહે છે? તેથી સમભિરૂઢનય કહે છે. “એકાઈપણું પ્રસિદ્ધ છે તેeઘટ શબ્દ અને કુંભ શબ્દથી વાચ્ય એક અર્થ પ્રસિદ્ધ છે તે, શબ્દાદિનર્થતીઃશબ્દનયની અને ઋજુત્રનયની અને વ્યવહારનયની વાસનાથી છે.' is/૧૪૫
(પાઠાંતરથી ‘શબ્દનયની વાસનાથી છે' જે પણ ઉચિત છે)
ભાવાર્થ :
શબ્દનય વ્યાકરણની મર્યાદાથી પ્રાપ્ત એવાં દરેક શબ્દોની પ્રકૃતિ અને તે શબ્દોને લાગતા પ્રત્યયાદિ તે અનુસાર શબ્દથી વાચ્ય અર્થને સ્વીકારે છે પરંતુ એક જ અર્થને કહેનારા ભિન્ન ભિન્ન શબ્દોના ભેદથી અર્થના ભેદને કહેતો નથી. તેથી ઘટ, કુંભ આદિ પ્રકૃતિના ભેદથી અર્થભેદ માનતો નથી. વળી, તે શબ્દોના સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસકલિંગના ભેદથી કે એકવચન અને બહુવચનના ભેદથી શબ્દોના અર્થનો ભેદ માને છે. જેમ, કોઈ સમુદ્રનું તટ હોય અને તેનો ઉલ્લેખ કોઈ તક તરીકે કરે, કોઈ તરી તરીકે કરે કે “તટ' તરીકે કરે તો ત્રણ શબ્દોમાં પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગનો ભેદ છે તેથી તે ત્રણે શબ્દોથી વાચ્ય સન્મુખ દેખાતું એક જ તટ હોવા છતાં પેલિંગ શબ્દથી વાચ્ય અન્ય તટ છે, સ્ત્રીલિંગ શબ્દથી વાચ અન્ય તટ છે અને નપુંસકલિંગ શબ્દથી વાચ્ય અન્ય તટ છે એમ શબ્દનય સ્વીકારે છે.