________________
૧૨૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૪| ગાથા-૩-૪ રીતે દેખાય છે ? તે પૂર્વમાં ગ્રંથકારશ્રીએ જ સ્થાપન કરેલ કે, ઘટરૂપ એક દ્રવ્યમાં ઘટના રક્તત્વાદિ ગુણો અને ઘટના તે પ્રકારના આકારાદિરૂપ પર્યાયો અભેદરૂપે પણ દેખાય છે અને ત્રણ શબ્દોથી વાચ્ય=દ્રવ્યગુણપર્યાય એ ત્રણ શબ્દોથી વાચ્ય, ત્રણ વસ્તુ છે તે પણ અનુભવથી દેખાય છે અને જે વસ્તુ અનુભવથી દેખાતી હોય તેનો વિરોધ કઈ રીતે કરી શકાય ? તેમાં યુક્તિ આપે છે –
જેમ, એક દ્રવ્યમાં રૂપ, રસાદિક એક આશ્રયમાં વૃત્તિરૂપે દેખાય છે, પરંતુ એકાશ્રયમાં અન્ય સ્થાને રૂપ છે, અન્ય સ્થાને રસ છે તેમ દેખાતું નથી. તેથી એક પુદ્ગલદ્રવ્યરૂપ એક આશ્રયમાં જ્યાં રૂપ રહેલું છે, ત્યાં જ રસ, ગંધ, આદિ રહેલાં છે. તેથી ત્યાં પદાર્થને જોયા વગર જો કોઈ વિરોધ ઉભવ કરે કે, જ્યાં રૂપ હોય ત્યાં રસ કઈ રીતે રહી શકે ? અને જ્યાં રસ હોય ત્યાં રૂપ કઈ રીતે રહી શકે ? તો તેમ કહીને વિરોધ ઉદુભાવન કરી શકાય નહીં.
તેમ, એક વસ્તુમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનો ભેદ હોય ત્યાં અભેદ કઈ રીતે હોઈ શકે ? અને અભેદ હોય ત્યાં ભેદ કઈ રીતે હોઈ શકે ? તેમ વિરોધ ઉભાવન કરી શકાય નહીં, પરંતુ અનુભવના બળથી માનવું જોઈએ કે, પુદ્ગલદ્રવ્યમાં જે સ્થાનમાં રૂપ રહી શકે છે તે જ સ્થાનમાં રસાદિક પણ રહે છે, તેમ એક વસ્તુમાં દ્રવ્યગુણપર્યાયનો ભેદ રહી શકે છે ત્યાં અભેદ પણ રહી શકે છે. માટે દ્રવ્યગુણપર્યાયનો ભેદભેદ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી.
કેમ વિરોધ નથી ? તેમાં સાક્ષીરૂપે કહે છે – પ્રત્યક્ષદષ્ટ અર્થમાં કોઈ વિરોધ નથી. વળી, પ્રત્યક્ષદષ્ટ અર્થમાં દૃષ્ટાંત પણ આપવાનું પ્રયોજન નથી.
જો કે, ગ્રંથકારશ્રીએ જ મૂળ ગાથામાં રૂપરસાદિકના દૃષ્ટાંતથી ભેદભેદનો વિરોધ નથી તેમ સ્થાપન કરેલ છે; કેમ કે પ્રત્યક્ષથી પણ દેખાતા પદાર્થમાં એકાંત મતિથી ગ્રસ્ત દૃષ્ટિવાળા જીવોને વિરોધ દેખાય છે. તેઓને સમજાવવા માટે તેઓના અનુભવને અનુરૂપ એક વસ્તુમાં રૂપાદિનો એક સ્થાનમાં રહેવાનો વિરોધ નથી, તેમ બતાવીને ભેદભેદનો વિરોધ નથી તેમ બતાવ્યું. તોપણ જે વસ્તુ પ્રત્યક્ષથી દેખાતી હોય ત્યાં દૃષ્ટાંતનું પ્રયોજન નથી. માટે પ્રત્યક્ષથી દેખાતા અનુભવથી જ ભેદાદ સ્વીકાર કરવો જોઈએ. II૪/all અવતરણિકા :
ભેદાશ્મદનો પ્રત્યક્ષનો અભિશાપ પુદગલઢબઈં દેખાડશું કહ્યું –
અવતરણિકાર્ય :
દ્રવ્યગુણપર્યાયના ભેદભેદનો પ્રત્યક્ષનો અભિલા=પ્રત્યક્ષથી દેખાતા સ્વરૂપનું કથન, પુદ્ગલદ્રવ્યમાં દેખાડે છે –
ગાથા -
શ્યામભાવ જે ઘટ છઈ પહિલાં, પછઇ ભિન્ન તે રાતો રે; ઘટભાવઈ નવિ ભિન્ન જણાઇ, સી વિરોધની વાતો રે? શ્રતo I૪/૪