________________
૧૪૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૪/ ગાથા-૧૦ થી ૧૩ (૨) દ્રવ્યાર્થિકતયથી કથંચિત અભિન્ન જ છે.. દ્રવ્યાર્થિકનયથી એક વસ્તુમાં રહેલા દ્રવ્યગુણપર્યાય કેમ અભિન્ન છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે
જે માટે ગુણ અને પર્યાય, દ્રવ્યના જ આવિર્ભાવ અને તિરોભાવ છે અર્થાત્ દ્રવ્યની જ આવિર્ભાવ અવસ્થા કે તિરોભાવ અવસ્થા છે, પરંતુ દ્રવ્યથી પૃથફ ગુણ-પર્યાયરૂપ બે વસ્તુ નથી.
(૩) અનુક્રમથી જો બે તયદ્રવ્યાર્થિકનયને અને પર્યાયાધિકાને – બેઉને અપએ મુખ્ય કરીએ તો કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન કહેવાય દ્રવ્યાર્થિકતયની અર્પણ કરીએ ત્યારે દ્રવ્યગુણપર્યાય અભિન્ન થાય અને પર્યાયાધિકનયની અર્પણ કરીએ ત્યારે દ્રવ્યગુણપર્યાય ભિન્ન થાય. I૪/૧૦ ||
ગાથા :
જો એકદા ઉભય નય ગહિઈ, તો અવાચ્ય તે લહિઈ રે;
એકઈ શબ્દઈ એક જ વાર, દોઇ અર્થ નવિ કહિઈ રે. શ્રુતo l૪/૧૧II ગાથાર્થ - '
જો એકસાથે બે નય ગ્રહણ કરીએ=દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય બેઉ નય ગ્રહણ કરીએ, તો તે દ્રવ્યગુણપર્યાયનો ભેદ અને અભેદ, અવાચ્ય પ્રાપ્ત થાય.
કેમ અવાચ્ય પ્રાપ્ત થાય ? તેથી કહે છે –
એક શબ્દથી એક જ વારે-ક્રમસર નહીં પણ એકસાથે જ બેઉ અર્થ કહી શકાય નહીં=ભેદ અને અભેદરૂપ બેઉ અર્થ કહી શકાય નહીં. ll૪/૧૧/l. બો :
જો એકવાર બે નયના અર્થ વિવક્ષિઈં, તો તે અવાચ્ય લહિઈ. જે માટે એક શબ્દઈ એક વારઈં બે અર્થ ન કહિયા જાઈ. સંકેતિત શબ્દ પણિ એક જ સંકેતિત રૂપ કહઈ, પણિ બે રૂપ સ્પષ્ટ ન કહી સકઇં. પુષ્પદંતાદિક શબ્દ પણિ એર્કોક્તિ ચંદ્ર, સૂર્ય કહઈ, પણિ ભિન્નોક્તિ ન કહી સકઈ અનઈં નાના અર્થ મુખ્યપણઈ તો ભિન્નોક્તિ જ કહવા ઘટઈં. ઈત્યાદિક યુક્તિ શાસ્ત્રાંતરથી જાણવી. (૪) I૪/૧૧l. ટબાર્થ -
(૪) જો એકસાથે બે તયના અર્થની વિવક્ષા કરીએ, તો તે દ્રવ્યગુણપર્યાયમાં રહેલો ભેદ અને અભેદ તે અવાચ્ય થાય.
કેમ અવાચ્ય થાય ? તેથી કહે છે –