________________
૧૯૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૫ / ગાથા-૧૪
ટબાર્થ -
તે દ્રવ્યાર્દિકનયનો પાંચમો ભેદ, વ્યય-ઉત્પતિસાપેક્ષ જાણવો. “ઉત્પાદવ્યયસાપેક્ષસત્તાગ્રાહક અશુદ્ધ દ્રવ્યાર્થિક પાંચમો ભેદ છે." જેમ, એક સમયે દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રવ્યરૂપ કહેવાય છે. જે કટકાદિનો ઉત્પાદ સમય છે તે જ કેયુરઆદિનો વિનાશસમય છે અને કસકસતા=સુવર્ણની સત્તા, તો અવર્જનીય જ છે–તે સમયે સુવર્ણની સત્તા તો છે જ.
“આમ હોતે છતે એક જ સમયે ઉત્પાદવ્યયપ્રૌવ્યને ગ્રહણ કરે છે એમ હોતે છતે, ત્રલક્ષણ્યગ્રાહકપણું હોવાને કારણે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ ત્રણ લક્ષણનું ગ્રાહકપણું હોવાને કારણે, આ=અશુદ્ધ દ્રવ્યાર્થિકતનું વચન, પ્રમાણ વચન જ થાય પરંતુ નવચત થાય નહીં." એ પ્રમાણે જો કોઈ શંકા કરે તો ગ્રંથકારશ્રી કહે છે કે “એમ ન કહેવું; કેમ કે મુખ્યગૌણભાવથી જ આ નય વડે અશુદ્ધ દ્રવ્યાર્થિકાય વડે, ત્રલક્ષણ્યનું ગ્રહણ હોવાને કારણે મુખ્યપણાથી તો સ્વસ્વઅર્થગ્રહણમાં તયોનો સપ્તભંગી મુખથી જ વ્યાપાર છે. પ/૧૪ના ભાવાર્થ :
ગાથા-૧૧માં શુદ્ધ દ્રવ્યાર્થિકનયરૂપ બીજો ભેદ બતાવ્યો અને તે ભેદ ઉત્પાદ-વ્યયને ગૌણ સ્વીકારીને સત્તાનો ગ્રાહક હોવાથી શુદ્ધ દ્રવ્યાર્થિકનય બન્યો; કેમ કે સત્તાની જ તે વિવક્ષા કરે છે, ઉત્પાદ-વ્યયની વિવેક્ષા કરતો નથી અર્થાત્ વિશેષણરૂપે પણ ગ્રહણ કરતો નથી પરંતુ ઉત્પાદ-વ્યયનો અપલાપ નહીં કરતો હોવાથી સુનય બને છે તેથી ઉત્પાદ-વ્યયનો અનપલાપ કરવારૂપે જ પર્યાયને સ્વીકારે છે. માટે તે દ્રવ્યાર્થિકનયનો બીજો ભેદ શુદ્ધ છે.
વળી, આ પાંચમો ભેદ બીજા ભેદ જેવો જ છે, છતાં તે અશુદ્ધ દ્રવ્યાર્થિકનયરૂપ હોવાથી બીજાથી જુદો પડે છે. તે આ રીતે –
આ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય એક સમયમાં આભૂષણની કેયૂર અવસ્થાનો નાશ, કટક અવસ્થાનો ઉત્પાદ અને સુવર્ણની સત્તા જોનાર છે. આમ છતાં સુવર્ણની સત્તાને મુખ્ય કરે છે અને ઉત્પાદ-વ્યયને સુવર્ણની સત્તાના વિશેષણરૂપે સ્વીકારે છે તેથી “જેનો વિશેષણરૂપે સ્વીકાર છે તે ગૌણ છે” તે નિયમ મુજબ ઉત્પાદવ્યયને ગૌણરૂપે સ્વીકારે છે અને સુવર્ણની સત્તાને મુખ્યરૂપે સ્વીકારે છે. માટે દ્રવ્યાર્થિકનો ભેદ છે. આમ છતાં શુદ્ધ દ્રવ્યાર્થિકનયરૂપ બીજા ભેદની જેમ ઉત્પાદ-વ્યયનો ઉલ્લેખ કરતો નથી એમ નહીં પરંતુ ઉત્પાદવ્યયનો વિશેષણરૂપે ઉલ્લેખ કરે છે માટે ઉત્પાદ-વ્યયરૂપ પર્યાયના સ્પર્શને કારણે દ્રવ્યાર્થિકનયનો આ પાંચમો ભેદ અશુદ્ધ બને છે.
અહીં શંકા કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે જો અશુદ્ધ દ્રવ્યાર્થિકનય એક સમયમાં ઉત્પાદ, વ્યય અને સત્તા ત્રણેનું ગ્રહણ કરે છે તેમ સ્વીકારવામાં આવે તો આ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ ત્રિલક્ષણનું ગ્રાહક બને અને જે ત્રણ લક્ષણનું ગ્રહણ કરે તે પ્રમાણ વચન છે તેથી અશુદ્ધ દ્રવ્યાર્થિકનયના વચનને પ્રમાણવચન જ કહેવું પડે, નયવચન છે તેમ કહી શકાય નહીં. આ પ્રકારની શંકાનું નિરાકરણ કરતાં