Book Title: Dravya Gun Paryayno Ras Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 405
________________ ૩૭૪ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૨૧ ટબાર્થ : સંયોગ વગર જે વિશ્રસાઉત્પાદ=સંયોગથી થનારો વિશ્નસા ઉત્પાદ નહીં, પરંતુ સંયોગ વગર જે સ્વાભાવિક ઉત્પાદ, તે એકત્વિક જાણવો=એકત્વિક વિશ્વસા ઉત્પાદ જાણવો. સંયોગ વગર કઈ રીતે ઐકત્વિક ઉત્પાદ થાય છે ? તેથી કહે છે તે=ઐકત્વિક ઉત્પાદ, દ્રવ્યના વિભાગથી સિદ્ધ કહેતાં ઉત્પન્ન થાય છે, તેમ જાણવો. જેમ બે પ્રદેશાદિક સ્કંધવિભાગથી અણુપણું કહેતાં પરમાણુદ્રવ્યનો ઉત્પાદ, (તે એકત્વિક ઉત્પાદ છે એમ અન્વય છે.) તથા=અને, કર્મના વિભાગથી સિદ્ધપર્યાયનો ઉત્પાદ=આત્માના સિદ્ધપર્યાયનો ઉત્પાદ, તે એકત્વિક ઉત્પાદ છે. આ રીતે ઐકત્વિક ઉત્પાદનું સ્વરૂપ બતાવ્યું. ત્યાં નૈયાયિકની માન્યતા બતાવીને તેનું નિરાકરણ કરે છે – ‘અવયવના સંયોગથી જ દ્રવ્યની ઉત્પત્તિ થાય, પણ વિભાગથી ન જ થાય,' એ પ્રમાણે તૈયાયિક જે કહે છે, તેને એકત્વતાદિના વિભાગથી=એક-બે આદિ તંતુના વિભાગથી, ખંડપટની ઉત્પત્તિ=પૂર્વના મોટા વસ્ત્રમાંથી નાના વસ્ત્રની ઉત્પત્તિ, કેમ ઘટે ? અર્થાત્ ઘટી શકે નહીં. ત્યાં નૈયાયિક કહે કે મોટાવસ્ત્રરૂપ પ્રતિબંધકના અભાવથી સહિત એવાં નાના વસ્ત્રના અવસ્થિત અવયવોના સંયોગથી ખંડપટની ઉત્પત્તિ થઈ છે પરંતુ એક, બે આદિ તંતુના વિભાગથી ખંડપટની ઉત્પત્તિ થઈ નથી, તેને ગ્રંથકા૨શ્રી કહે છે પ્રતિબંધકાભાવથી સહિત અવસ્થિત અવયવના સંયોગને=મોટા વસ્ત્રને ખંડપટની ઉત્પત્તિમાં પ્રતિબંધક માનવો અને તે પ્રતિબંધકના અભાવથી યુક્ત એવાં ખંડપટના તાંતણાઓના સંયોગને, હેતુતા કલ્પતાં=ખંડપટની ઉત્પત્તિ પ્રત્યે હેતુરૂપે કલ્પના કરવામાં, મહાગૌરવ થાય. તે માટે કેટલાંક સ્થાને સંયોગને અને કેટલાંક સ્થાને વિભાગને દ્રવ્યનો ઉત્પાદક માનવો. તે વારે=વિભાગને દ્રવ્યનો ઉત્પાદક માન્યો તે વારે, વિભાગથી જ પરમાણુનો ઉત્પાદ પણ અર્થસિદ્ધ થયો. એ ‘સમ્મતિ’માં સૂચવ્યું છે. તવુ મ્=તે કહેવાયું છે “વે=કેટલા=કેટલાક દર્શનકાર, ધ્વંતરસંનો હિ=દ્રવ્યાંતરના સંયોગથી વિયલ્સ સપ્લાય ચિંતિ=દ્રવ્યના ઉત્પાદને કહે છે. કવ્વાયત્યાઽસત્તા=ઉત્પાદના અર્થમાં અકુશલ (એવાં તેઓ), વિમાનનાયં=વિભાગથી થયેલા (ઉત્પાદને), ન રૂચ્છતિ=ઇચ્છતા નથી.” ।।૩/૩૮૫ (સમ્મતિ, ત્રીજો કાંડ, ગાથા-૩૮) ઉત્પાદના અર્થમાં તેઓ અકુશલ કેમ છે તે સ્પષ્ટ કરે છે – - “દુઅણુદિ આરજે બે=બે અણુથી આરબ્ધદ્રવ્યમાં, ‘અનુ’ તિ વવજ્ઞો=‘અણુ' એ પ્રમાણે વ્યપદેશ થાય છે=‘બે અણુથી બનેલો છે' એ પ્રમાણે વ્યપદેશ થાય છે. તિઅનુ=ઋણુક=ત્રણ અણુથી (કે ચણુકથી) આરબ્ધ દ્રવ્યમાં ‘ત્રિઅણુક' (એ પ્રમાણે વ્યપદેશ થાય છે), તત્તો અ પુળ=વળી તેનાથી=એક પરિણામવાળા દ્રવ્યથી=એક

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426