Book Title: Dravya Gun Paryayno Ras Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 415
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૨૬ ગાથાર્થ ઃ જો કે, અણુને અણુસંબંધે ખંધતા છે તે રૂપાંતર=રૂપાંતર પરિણામરૂપ નાશ છે, તોપણ સંયોગના વિભાગાદિ થકી એ ભેદનો પ્રબંધ છે=સમુદાયવિભાગરૂપ નાશ અને અર્થાતરગમનરૂપ નાશના બે ભેદનો પ્રબંધ છે. II૯/૨૬]I ટબોઃ ૩૮૪ ઘપિ-અણુનઈં અણુસંબંધઈં ખૂંધતા છઈ, તે-રૂપાંતર પરિણામ જ છઈં, તો પણિ સંયોગ-વિભાગાદિકરૂપઈં વ્યવિનાશ-વૈવિધ્યનું જ, એ ઉપલક્ષણ જાણવું. જે માટઈં-દ્રોત્પાદવિભાગઈં જ જિમ-પર્યાોત્પાદવિભાગ, તિમ-દ્રવ્યનાશવિભાગઈ જ પર્યાયનાશવિભાગ હોઈ. તે-સમુદયવિભાગ અનઈ અર્થાતરગમન-એ ૨. પ્રકાર ઠહરાઈ. પહો-તંતુપર્યંત પટનાશ; બીજો-ઘટોત્પત્તિ મૃત્પિડાદિનાશ જાણવો. ૐ = સમ્મતો - “विगमस्स वि एस विही, समुदयजणि अम्मि सो उ दुविअप्पो । સમુયવિમાનમિત્ત, અત્યંતરમાવામાં " ।।રૂ-રૂ૪॥ [૯િ/૨૬|| ટબાર્થ ઃ જો કે અણુના અણુસંબંધથી કંધતા થાય છે, તે રૂપાંતરપરિણામ છે–બે અણુ છૂટા હતા તે બંને અણુઓ સ્કંધરૂપે પરિણમન પામ્યા તેથી રૂપાંતરપરિણામ છે (માટે ગાથા-૨૫ના ઉત્તરાર્ધમાં અર્થાતરગમનરૂપ નાશમાં તેને દૃષ્ટાંતરૂપે કહ્યું તોપણ પરમાર્થથી જોઈએ તો ગાથા-૨૫ના પૂર્વાર્ધમાં જે રૂપાંતરનાશ કહ્યો તત્સ્વરૂપ જ અર્થાતરગમનરૂપ નાશ છે.) તોપણ સંયોગના વિભાગાદિરૂપ દ્રવ્યનાશ (જે સમ્મતિ ગ્રંથમાં બે પ્રકારનો બતાવ્યો છે.) તે ટૈવિધ્યનું જ એ ઉપલક્ષણ જાણવું=ગાથા૨૫માં બતાવેલ રૂપાંતરપરિણામરૂપ નાશ અને અર્થાતરગમનરૂપ નાશ એ ઉપલક્ષણ જાણવું. કેમ સમ્મતિમાં બતાવેલ બે નાશનું ઉપલક્ષણ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે જે માટે દ્રવ્યઉત્પાદનો વિભાગ જ=દ્રવ્યઉત્પાદનો પ્રકાર જ, જેમ પર્યાયઉત્પાદનો વિભાગ છે=પર્યાયઉત્પાદનો પ્રકાર છે, તેમ દ્રવ્યનાશનો વિભાગ જ=દ્રવ્યનાશનો પ્રકાર જ, પર્યાયનાશનો વિભાગ=પર્યાયનાશનો પ્રકાર છે, અને તે=દ્રવ્યનાશરૂપ જ પર્યાયનાશ છે તે, સમુદાયવિભાગ અને અર્થાતરગમન-એમ બે પ્રકારે રહેલો છે. પહેલો=સમુદાયના વિભાગરૂપ નાશ, તંતુપર્યંત પટનાશ છે=તંતુના સંયોગરૂપ જે સમુદાયસ્વરૂપ પટ તેના વિભાગરૂપ સંતુપર્યંત પટનાશ છે. બીજો=અર્થાતરગમનરૂપ નાશ, ઘટઉત્પત્તિ વખતે મૃત્રપિંડાદિનો નાશ જાણવો=મૃતપિંડ-સ્થાસ-કોસ-કુશલાદિ અવસ્થાનો નાશ ઘટઉત્પત્તિ વખતે થાય છે તે અર્થાતરગમનરૂપ નાશ જાણવો. ૐ ચં સમ્મતો=અને સમ્મતિમાં કહેવાયું છે “વિનમસ્ત વિ=વિગમની પણ=નાશની પણ સ વિહી=આ વિધિ છે=જે ઉત્પાદની વિધિ છે તે જ નાશની

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426