Book Title: Chaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 12
________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૩ કર્યા પછી તે વિનીત વાણીથી બોલ્યો- “ભગવન્, આપના કહેવાથી આ સોપાનનો દેખાવ અવલોક્યો છે. હવે કૃપા કરી તે હેતુપૂર્વક સમજાવો.” આનંદસૂરિ ગંભીર અને મધુર સ્વરથી બોલ્યા- “ભદ્ર, આ પાંચમું સોપાન તે પાંચમું દેશવિરતિ નામે ગુણસ્થાન છે. આ ગુણસ્થાનમાં વર્તનારો જીવ દેશવિરતિ ધર્મનો ધારક હોય છે. સમ્યક્ પ્રકારે તત્ત્વના બોધથી જીવને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, અને એ વૈરાગ્યને લઇને તે જીવ સર્વ વિરતિપણું ઇચ્છે છે, પરંતુ તે સર્વ વિરતિને નાશ કરનાર પ્રત્યાખ્યાન નામના કષાયના ઉદયથી તે જીવમાં સર્વવિરતિપણું પ્રાપ્ત કરવાનું સામર્થ્ય હોતું નથી, તે માત્ર જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ દેશવિરતિ સાધી શકે છે.” જિજ્ઞાસુએ વિનયથી પ્રશ્ન કર્યો- “મહાનુભાવ, જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ દેશવિરતિ કેવી રીતે કહેવાય ? તે કૃપા કરી સમજાવો. દેશવિરતિના એ વિભાગ આજે જ મારા સાંભળવામાં આવ્યા.” આનંદસૂરિ બોલ્યા- “ભદ્ર, જે સ્થૂલ હિંસાનો ત્યાગ કરે, મધમાંસ વગેરેને છોડી દે, અને પંચ પરમેષ્ઠિ નમસ્કાર તથા સ્મરણાદિ આચરે તે જઘન્ય દેશવિરતિ કહેવાય છે. એ જઘન્ય દેશવિરતિ પ્રમાણે વર્તનારો શ્રાવક પણ જઘન્થશ્રાવક કહેવાય છે. જેમાં સુદ્ર વૃત્તિનો ત્યાગ કરવામાં આવે, ન્યાયથી દ્રવ્ય ઉપાર્જન કરી ધર્મની યોગ્યતાના સર્વગુણો ધારણ કરવામાં આવે, ગૃહસ્થ ધર્મને ઉચિત એવા ષટ્કર્મનું આચરણ અને બારવ્રતનો સ્વીકાર કરવામાં આવે, સદાચારવાનું તે મધ્યમ દેશવિરતિનું પ્રવર્તન ગણાય છે, અને તે પ્રમાણે વર્તનારો શ્રાવક પણ મધ્યમ શ્રાવક કહેવાય છે. જેમાં સર્વદાસચિત્ત આહારનો ત્યાગ કરવામાં આવે, પ્રતિદિન એકાસણું કરવામાં આવે, સદા બ્રહ્મચર્ય ધારણ કરવામાં આવે, હૃદયમાં નિરંતર મહાવ્રતો લેવાની ઇરછા રહ્યા કરે અને ગૃહસ્થના

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 412