Book Title: Chaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 10
________________ ચોદ ગણાશક ભા-૩ એટલે મરાવવા નહિ આટલી જ વિરતિ હોય છે. બાકીનાં જીવોની વિરતિ ગૃહસ્થને હોતી નથી માટે દેશથી વિરતિ રૂપ પચ્ચકખાણ હોવાથી દેશવિરતિ કહેવાય છે. આટલા વિરતિના પચ્ચખાણ પણ સંખ્યાતા પલ્યોપમ જેટલા કર્મનો ક્ષય થાય ત્યારે જ જીવને પેદા થાય છે. | #ા (કચ્છ)- સાગરોપમના આયુષ્યવાળા જે દેવો હોય છે તે દેવોને સંખ્યાતા પલ્યોપમ જેટલી સ્થિતિ સાતે કર્મોની ભોગવીને તો નાશ પામી શકે છે તો એટલી સ્થિતિ ઓછી થાય ત્યારે એ દેવોને દેશવિરતિનો પરિણામ પેદા થવો જોઇએને ? છતાંય એ પરિણામ દેવોને આવતો જ નથી એનું શું કારણ ? ઉત્તર - તમારી વાત સાચી છે દશ કોટાકોટી પલ્યોપમ = એક સાગરોપમ થાય છે એવા સાગરોપમના આયુષ્યવાળા જીવોને સંખ્યાતા પલ્યોપમ કાળ પસાર થાય ત્યારે સાતે કર્મોની સ્થિતિ જરૂર ઓછી થઇ શકે છે પણ જ્યાં દેશ વિરતિના પરિણામને લાયક જીવ પહોંચે તેના અંતર્મુહૂર્ત પહેલા એવા તીવ્ર જોરદાર પરિણામ પેદા થાય કે જેના કારણે જેટલી સ્થિતિ ભોગવાઇ હોય એટલી સ્થિતિ તે વખતે અવશ્ય બંધાઇ જાય છે અને પાછી એટલીને એટલી સ્થિતિ બની જાય છે માટે દેશવિરતિના પરિણામ આવી શકતા નથી આના કારણે દેવોને નિયમા એકથી ચાર ગુણસ્થાનક જ હોય છે. આ દેશવિરતિનો પરિણામ મનુષ્યને અને તિર્યંચને પેદા થાય છે અને તે આઠ વરસની ઉંમર પછી જ પેદા થઇ શકે છે આથી દેશવિરતિના પરિણામનો જઘન્ય કાળ એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ વરસ ગણાય છે એટલે કે પૂર્વક્રોડ વરસમાં આઠ વરસ ન્યૂન જાણવા. ચોરાશી લાખ વરસ x ચોરાશી લાખ = એક પૂર્વ વરસ થાય છે એવા ક્રોડ પૂર્વ વરસ સુધી આ દેશવિરતિનો

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 412