Book Title: Bahenshree na Vachanamrut
Author(s): Champaben
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 13
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates (૫) પ્રભાથી પૂજ્ય ગુરુદેવશ્રીના મંગલ પ્રભાવના-ઉદયને ચમત્કારિક વેગ મળ્યો છે. સહજ વૈરાગ્ય, શુદ્ધાત્મરસીલી ભગવતી ચેતના, વિશુદ્ધ આત્મધ્યાનના પ્રભાવથી પુનઃપ્રાપ્ત નિજ આરાધનાનો મંગલ દોર તથા જ્ઞાયકબાગમાં કીડાશીલ વિમળ દશામાં સહજસ્ફટિત અનેક ભવનું જાતિસ્મરણજ્ઞાન વગેરે વિવિધ આધ્યાત્મિક પવિત્ર વિશેષતાઓથી વિભૂષિત પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના અસાધારણ ગુણગંભીર વ્યક્તિત્વનો પરિચય આપતાં પૂજ્ય ગુરુદેવ સ્વય પ્રસન્નહૃદયે ઘણી વાર પ્રકાશે છે કે “બહેનોનાં મહાન ભાગ્ય છે કે ચંપાબેન જેવાં “ધર્મરત્ન” આ કાળે પાકયાં છે. બેન તો હિંદુસ્તાનનું અણમોલ રતન છે. અતીન્દ્રિય આનંદનો નાથ એને અંદરથી જાગ્યો છે. એમની અંદરની સ્થિતિ કોઈ જુદી જ છે. તેમની સુઢ નિર્મળ આત્મદષ્ટિ તથા નિર્વિકલ્પ સ્વાનુભૂતિનો જોટો આ કાળે મળવો મુશ્કેલ છે. અસંખ્ય અબજો વર્ષનું તેમને જાતિસ્મરણજ્ઞાન છે. બેન ધ્યાનમાં બેસે છે ત્યારે કેટલીક વાર તે અંદરમાં ભૂલી જાય છે કે “હું મહાવિદેહમાં છું કે ભારતમાં '!!...બેન તો પોતાની અંદરમાં આત્માના કામમાં-એવાં મશગૂલ છે કે તેમને બહારની બીજી કાંઈ પડી નથી. પ્રવૃત્તિનો તેમને જરાય રસ નથી. એમની બહારમાં પ્રસિદ્ધિ થાય તે એમને પોતાને બિલકુલ ગમતું નથી. પણ અમને એવો ભાવ આવે છે કે, બેન ઘણાં વર્ષ ગુમ રહ્યાં, હવે લોકો બેનને ઓળખે... –આવા વાત્સલ્યોર્મિભર્યા ભાવોદ્ગાર ભરેલી પૂજ્ય ગુરુદેવની મંગળ વાણીમાં જેમનો આધ્યાત્મિક પવિત્ર મહિમા સભા વિષે અનેક વાર પ્રસિદ્ધ થયો છે તે પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનાં, તેમણે મહિલા-શાસ્ત્રસભામાં ઉચ્ચારેલાં તેમની અનુભવધારામાંથી Please inform us of any errors on rajesh@atmadharma.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 204