Book Title: Bahenshree na Vachanamrut
Author(s): Champaben
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 11
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates नमः श्रीसद्गुरुदेवाय। * પ્રકાશકીય નિવેદન * બહેનશ્રીનાં વચનામૃત” નામનું આ લઘુકાય પ્રકાશન પ્રશમમૂર્તિ નિજશુદ્ધાત્મદષ્ટિસંપન્ન ભગવતી પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનાં અધ્યાત્મરસસભર પ્રવચનોમાંથી તેમનાં ચરણોપજીવી કેટલાંક કુમારિકા બ્રહ્મચારિણી બહેનોએ પોતાના લાભ માટે ઝીલેલાં-નોંધ કરેલાં વચનામૃતમાંથી ચૂંટેલા બોલનો સંગ્રહ છે. પરમવીતરાગ સર્વજ્ઞદેવ ચરમતીર્થંકર પરમ પૂજ્ય શ્રી મહાવીરસ્વામીના દિવ્યધ્વનિ દ્વારા પુનઃ પ્રવાહિત થયેલા અનાદિનિધન અધ્યાત્મપ્રવાહને શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવે ગુરુપરંપરાએ આત્મસાત કરી યુક્તિ, આગમ અને સ્વાનુભવમય નિજ વૈભવ વડે સૂત્રબદ્ધ કર્યો અને એ રીતે સમયસાર વગેરે પરમાગમોની રચના દ્વારા તેમણે જિનેન્દ્રપ્રરૂપિત વિશુદ્ધ અધ્યાત્મતત્ત્વ પ્રકાશીને વીતરાગ માર્ગનો પરમ–ઉધોત કર્યો છે. તેમના શાસનસ્તંભોપમ પરમાગમોની વિમલ વિભા દ્વારા નિજ શુદ્ધાત્માનુભૂતિમય જિનશાસનની મંગલ ઉપાસના કરી સાધક સંતો આજે પણ તે પુનિત માર્ગને પ્રકાશી રહ્યા છે. પરમોપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીને વિ.સં. ૧૯૭૮ માં ભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત સમયસાર પરમાગમનો પાવન યોગ થયો. તેનાથી તેમના સુમ આધ્યાત્મિક પૂર્વસંસ્કાર જાગૃત થયા, અંતઃચેતના વિશુદ્ધ આત્મતત્ત્વ સાધવા તરફ વળીપરિણતિ શુદ્ધાત્માભિમુખી બની; અને તેમના પ્રવચનોની ઢબ અધ્યાત્મસુધાથી રસબસતી થઈ ગઈ. Please inform us of any errors on rajesh@atmadharma.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 204