Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૨૦૨
શ્રીભગવતી-સાર આશરે શક્રને શેભાભ્રષ્ટ કરવાના ઇરાદાથી તેણે પિતાના અસ્ત્રાગારમાંથી પરિઘરત્ન નામનું હથિયાર લીધું, પછી મારી પાસે આવી મને નમસ્કાર કરી તેણે પિતાનો અભિપ્રાય નિવેદિત કર્યો તથા એક લાખ જન ઊંચું શરીર બનાવ્યું. પછી તે પિતાના પરિઘરત્નને લઈને એકલો જ ઊંચે ઊડો. રસ્તામાં તેણે ઘણું દેવલોકોને વિવિધ પ્રકારે ત્રાસ પમાડ્યો. પછી સુધર્મસભા આગળ આવી તેણે પોતાનો એક પગ પદ્મવરવેદિક ઉપર મૂક્યો અને બીજો સુધર્મસભામાં મૂક્યો તથા પિતાના પરિધરન વડે મેટા અદ્રકીલને ત્રણ વાર ફૂટક્યો. પછી તેણે પડકાર કરીને કહ્યું કે, દેવેંદ્ર દેવરાજ શક્ર ક્યાં છે? આજે હું તેનો વધ કરી તેની કરડે અપસરાએાને તાબે કરું છું. . દેવેંદ્ર દેવરાજ શક્ર આ બધું જોઈ–સાંભળી ઘણે ક્રોધે. ભરાયો. પછી તેણે સિંહાસન ઉપર બેઠાં બેઠાં જ વજને હાથમાં લીધું, અને તેની ઉપર ફેંક્યું. તે ભયંકર વજને સામે આવતું જોઈ નવાઈ પામી, તેવા હથિયારની કામના કરતો તે ભાગ્ય અને “હે ભગવન્! તમે મારું શરણ છે” એમ બોલતે મારા બંને પગની વચ્ચે પડ્યો.
તે જ વખતે દેવરાજ શક્રને વિચાર આવ્યું કે, કોઈ અરિહંતાદિ પરમ પુરુષોને આશરે લીધા વિના આ અસુરરાજ આટલે ઊંચે આવી શકે નહીં; માટે મારા વજથી તે અરિહંતાદિનો અપરાધ ન થાય એ મારે જોવું જોઈએ. એમ.
૧. દરવાજાનાં બે કમાડ બંધ કરવા, તેમને અટકાવનાર જમીન વચ્ચે ગાડેલે ખીલે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org