________________ વિદુષકનું નામાભિધાન જોયું છે. શ્રીહર્ષે “રત્નાવલીના પહેલા અંકમાં એવા જ ઉત્સવનું વર્ણન કર્યું છે. તેમાં ચાલતાં નાચગાનમાં વિદૂષક પોતે સામેલ થાય છે. અને આમ છેડા વખત માટે બધાંને ખુશ કરી દે છે. તત્કાલીન સમાજમાં વિદૂષકને તેના વિવેદી સ્વભાવ અને સામાજિક સંબંધોને લીધે ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હતી; અને તેથી શાસ્ત્રકારોએ અને નાટકકારેએ ઉત્સવો સાથે સંબંધ એવું નામ વિદૂષક માટે ઈષ્ટ ધાર્યું હોવું જોઈએ. આ તકે જે બરાબર હેય, તે તે દ્વારા સામૂહિક કપ્રિય ઉત્સવોની સંસ્કૃત નાટકના વિકાસ ઉપર જે અપરિહાર્ય અસર થયેલી આપણે જોઈએ છીએ, તેનું એક સાધારણ સૂચન આપણને વિદૂષકનાં વસંતક જેવાં નામ દ્વારા થાય છે, (2) વિદૂષકનાં નામે. બ્રાહ્મણ જતિ સાથે સંકળાયેલાં જણાય છે. અર્થાત , રાજાના સહવાસમાં રહેનાર વિદૂષકાદિ બ્રાહ્મણનાં નામે “અમુકને પુત્ર” એવા અર્થમાં વપરાતાં તદ્ધિતાન્ત શબ્દોમાં રાખવા એવું સાગરનન્દી કહે છે. તે પૈકી બ્રાહ્મણ જાતિસૂચક ઘણાં નામે આપણે સંસ્કૃત નાટકમાં જોઈએ છીએ દા. ત. ગૌતમ (માલવિકાગ્નિમિત્ર), મૈત્રેય (મૃછકટિક), આત્રેય (નાગાનન્દ), વૈખાનસ (કૌમુદી મહોત્સવ–આ નામ દ્વારા કોઈ તાપસને બોધ થાય તે પણ મૂલતઃ તે બ્રાહમણુજાતિવાચક જ હોવું જાઈએ) વગેરે. તે જ પ્રમાણે, ચારાયણ નામે આપણે જોઈએ છીએ. વિદૂષક બ્રાહ્મણ હોવો જોઈએ એવો સંકેત સંસ્કૃત રંગભૂમિ ઉપર રૂઢ થવા લાગ્યો હતો. તેથી કેટલાક નાટકકારોએ જાણી જોઈને વિદૂષકનાં નામો બ્રાહ્મણુજાતિદર્શક રાખ્યાં, તે બીજાઓએ વિદૂષકનું બ્રાહ્મણત્વ સ્વીકારી લઈ, તેની બીજી વિશેષતાઓ બતાવતાં નામે પસંદ કર્યા હોવાં જોઈએ. (3) વિદૂષકનાં નામે ઘણી વખત તેની શારીરિક ખેડને સૂચિત કરનારાં હોય છે. શાસ્ત્રગ્રંથમાં જણાઈ આવતું “કપિલેય” નામ પિંગલ વર્ણ સૂચવે છે. ઉપરાંત તેને કપિ સાથે તે સંબંધ છે જ. “કપૂરમંજરીમાંના “કપિંજલ” દ્વારા કપિલવણને મર્કટ’ એ અર્થ વ્યક્ત થાય છે. તે જ પ્રમાણે કાલિદાસે આપેલ “માણુવકપ અથવા મહાદેવે આપેલ “મહેદર” એ બે નામે પણ શારીરિક વ્યંગનું સૂચન કરનારાં છે. આમ વાસંતિક ઉત્સવ, તથા બ્રાહ્મણ જાતિ સાથે શારીરિક વ્યંગ પણ વિદૂષકનું નામકરણ કરવામાં કારણભૂત થયું છે. પરંતુ, શાસ્ત્રકારોએ ન બતાવેલી પણ નાટકકારેએ પોતાના નાટમાં આવેલાં નામો દ્વારા સૂચિત થતી એક બીજી બાબત અહીં નોંધવા જેવી છે. તે