________________ -98, વિદુષક હોય ત્યારે વિદૂષક ત્યાં જ બાઘા જે ઊભો રહીને તેમને વિચિત્ર દશામાં મૂકી દે છે. “સ્વપ્નવાસવદત્તા'માં વિદૂષક રાજાને કઈ રાણી વધુ પ્રિય છે એવો પ્રશ્ન કરે છે, તે પણ આવા પ્રસંગો પૈકીનું જ કહી શકાય, કારણ કે ઉદયન કેઈ પણ ઉત્તર આપે, તે પણ તેનાથી વાસવદત્તાનું કે પદ્માવતીનું દિલ દુભાવાનું જ. આમ વિદૂષક જેમ રાજાને તેના પ્રેમપ્રસંગમાં મદદ કરે છે, તેમ ઘણી વખત, પિતાની મૂર્ખતાને લીધે હોય અથવા મઝા ખાતર હોય, પણ તે નાયક અને નાયિકામાં અંતરાય નિર્માણ કરતા જણાય છે. | (3) અમાત્ય જેવા ત્રીજા પ્રકારના વિદૂષકના ગુણ આ પ્રમાણે છે: તેનું બોલવું અશ્લીલ હોય છે. પતિ-પત્નીના ખાનગી ગુન્હાઓ પણ તે જાહેર રીતે બોલી બતાવે છે. ખાવાપીવાનો તેને વિધિનિષેધ નથી. કેઈના મર્મ ઉપર ઘા કરી તે વિનોદ-હાસ્ય નિર્માણ કરે છે. પોતાના ફાયદા માટે તે સ્નેહ વ્યક્ત કરે છે. તે સ્ત્રીઓને તેમની પ્રેમપૂર્તિમાં મદદ કરે છે. તેનું ભાષણ ઘણુંખરું પરિ. હસપૂર્ણ હોય છે, તેમજ પરિહાસપ્રચુર વાકયે તેને રુચે છે.’ આ પ્રકારનું ઉદાહરણ આપણને ફક્ત “પ્રતિજ્ઞાયૌગંધરાયણના વસંતમાં જણાઈ આવે છે. તેના ભાષણમાં તેણે એક ઠેકાણે ગ્રામ્ય ઉપમાને ઉપયોગ કર્યો છે. ક્યાભઢ્યને તે વિચાર કરતો નથી. મદ્યમાં તૈયાર કરેલા લાડવા ખાવા તે તૈયાર છે. કેદખાનામાં ગયા પછી ઉદયન બહાર આવવા પ્રયત્ન કરવાનું છોડી દીધું છે, તે વાસવદત્તાના પ્રેમમાં ફસાયે છે, અને તેણે પ્રેમચાળા કરવાનું શરૂ કરી દીધું છે' એમ વિદૂષક સ્પષ્ટપણે જણાવે છે. ઉદયનને સાથ છોડી દેવા માટે તે યૌગ ધરાયણને કહે છે. આ નાટકમાં કેઈના પ્રેમપ્રકરણ સાથે, અથવા તે સ્ત્રી સાથે વિદૂષકનો સંબંધ આવતું નથી. તેથી એ એક મુદ્દો છેડી દઈએ તે પણ બાકીના વિદૂષકના ગુણો આપણને તેમાં જોવા મળે છે. (4) વણિક નાયકના ગુણે આ પ્રમાણે છે : તે લુર હોય છે. તેને વેષ, શરીર અથવા તે બોલવાની રીત બધામાં તેનું કદરૂપાપણું જણાઈ આવે છે. તેનાં વિનોદમાં અને તેના અભિનયમાં કુરૂપતા અને અશ્લીલતાં રહેલી છે ? ઉપલબ્ધ સંસ્કૃત નાટકો પૈકી ફક્ત “મૃછકટિકને નાયક ચારુદત્ત વણિક નાયક છે. પણ તેના મિત્ર-વિદૂષક મૈત્રેય–માં આવા ગુણો જણાતા નથી. મૈત્રેયને વિનોદ માર્મિક-જડબાતોડ છે. ગણિકાઓની મશ્કરી કરવામાં તે કઈ મર્યાદા રાખતું નથી એ વાત ખરી, પરંતુ, તેને “સઠ” કેમ કહેવાય? એનો બાહ્ય દેખાવ કુરૂપ હય, તે પણ એ તેની અસાધારણ વિશેષતા નથી. બધા જ નાટકકારોએ