________________ વસંતક 209 મિજબાનીઓમાં મધુર મિષ્ટાન્નના થાળ ખાલી કરવા એ તેને બંધ થયો. હતો. આ દિવસોમાં તેને “જમણવારોનું સુખ પ્રાપ્ત થયું હતું. વિદૂષક મજામાં હતે. સ્વર્ગમાં એનાથી તે મેટું કયું સુખ હોઈ શકે? સ્વર્ગમાં વધારાની અપ્સરાએ હાય! પણ અહીં જ્યારે મનમાગ્યું જમવા મળે છે ત્યારે એ અપ્સરાઓની શી વિસાત? આ પ્રમાણે ખાવાનું સુખ હેય, અને જીવને બે ઘડી આરામ મળે એટલે બધા ઉપભેગ મળ્યા કહેવાય એમ વસંતક માને છે. વિશેષતઃ આરામની બાબતમાં વસંતક એટલી બધી કાળજી લે છે કે જરા આમતેમ ફરાય કે મહેનત થાય તે પણ તેને ફાવતું નથી. એક વખતે તે ઉદયન સાથે અમદવનમાં આવે છે. ત્યાં પદ્માવતીની રાહ જોતાં ઊભો રહી તે થાકી જાય છે અને પાસે શિલાખંડ ઉદર બેસે છે પણ ત્યાં તડકાને લીધે એ શિલા ગરમ થયેલી તેને જણાય છે અને તેથી. તેને ઊઠવું પડે છે! પછી બંને જણ લતાકુંજની છાંયડીમાં જાય છે. લતાકુંજમાં પદ્માવતી અને વાસવદત્તા હોય છે, ત્યાં રખે ઉદયન પ્રવેશે, માટે દાસી લતામંડપના દ્વાર ઉપર લટકતી વેલને હલાવે છે. તેને લીધે ફૂલને મધુરસ પીવામાં મસ્ત બનેલ ભમરાઓને ખલેલ પહેચે છે અને તેઓ આમતેમ ઉડે છે. આ ભમરાઓના ત્રાસને લીધે પાછો વસંતક ચિડાય છે. તે વખતે જે ઉદયને ભાવવિવશ થઈ એને અટકાવ્યા ન હતા તે એણે પોતાની લાકડી લઈ દુષ્ટ મધુકરને ઝૂડી કાઢવાનું બાકી રાખ્યું ન હોત. આમ વસંતકના આરામમાં વારેઘડીએ ખલેલ પહોંચે તે પણ તેને પિતાના જમણ વિશે કાઈ પણ ચિંતા નથી. એક તે તે રાજમહેલમાં રહે છે, અને પદ્માવતી પિતે " ખા ઘીમાં બનાવેલ પકવાનો લઈ “કયા ગયા આર્ય વસંતક” એમ લાડમાં પૂછતી તેને જમણ માટે બોલાવે છે. પોતાની આટલી કાળજી લેનાર પદ્માવતી તેને વારેઘડીએ ગુસ્સે થનાર વાસવદત્તા કરતાં વહાલી લાગે તે નવાઈ નહીં. આટલું સ્વર્ગસુખ હોવા છતાં વસંતકને હાલમાં એક દુઃખ છે. તેને ખાધેલું પચતું નથી, અને બરાબર ઊંઘ આવતી નથી. અને તેથી સ્વાદિષ્ટ જમણને થાળ તેની સામે ધરવામાં આવે ત્યારે તેને ના પાડવી પડે છે. એનું એને દુઃખ છે. ઉદયને સ્નાન કરી લીધું હોવાને લીધે એક દાસી તેને માટે ધોયેલાં વસ્ત્રો અને અંગરાગ લેવા જતી હોય છે. તે વસંતકને મળે છે ત્યારે વસંતક તેને કહે છે કે, બધું લઈ આવે. પણ ખાવાનું ના લાવશે”. શ્વસંતકને ખાવાની રુચિ નથી, 14.