________________ 22 - શાપને લીધે અવિમારકને વેઠવી પડતી મુસીબતો વિશે સંતુષ્ટના મનમાં ચિંતા, છે, તે જ વખતે અવિમારક રાજકન્યાના પ્રેમમાં ફસાય છે. તેને લીધે સંતુષ્ટની ચિંતા અનેકગણી વધી જાય છે. પ્રેમનું દરદ તે જાણી શકે છે. અવિમારકના પ્રેમપથમાં રહેલી અનેક મુસીબતની પણ તેને ખબર છે. અવિમારક અંત્ય હોવાને લીધે તે જાહેર રીતે ફરી પણ શક્તા નથી. અને બધું છુપાવીને તે કેટલા દિવસ ચલાવી શકે ? કુત્તિજ રાજાના સેવકે ચાંપતી નજર રાખનારા અને નિષ્ફર છે, અને અવિમારક પણ તણ હોવાને લીધે બીજા પ્રેમીઓની માફક અવિચારી પગલું ભરે એ બનવાજોગ છે. એ કદાચ નકામું સાહસ ખેડે એની સંતુષ્ટને ચિંતા થાય છે, અને તેથી એ અવિમારકને જરાયે છોડવા તૈયાર નથી. પણ જ્યારે અવિમારક એને ખૂબ સમજાવે છે કે બીજાને ઘેર એણે એકલાએ જ જવું ઈષ્ટ છે, ત્યારે તે તેને છોડે છે. પણ તે પહેલાં તે તે હંમેશા તેની, સાથે જ રહે છે. એક વખતે તે રાત થાય છે ત્યારે તે પિતાના મિત્રને ઘેર. એને સહારે અપાવે છે. એક વખત સાહસ કરી અવિમારક કુરંગીના મહેલમાં પ્રવેશે છે. ત્યાં બંને પ્રેમીઓનું મિલન થાય છે. એ મિલન પછી અવિમારક કુરંગી માટે વધુ ને વધુ તલસે છે, પણ તેને ફરી મળવા માટે કેઈ તક જણાતી નથી. તેથી નિરાશ થઈ તે આત્મહત્યા કરવાનો વિચાર કરે છે. અવિમારકના મનની અવસ્થાને ખ્યાલ કરીને, તેની મા પાસેથી તે ઘણું વખતથી બહાર ગયો હોવાનું જાણતાં જ સંતુષ્ટ ત્યાં રહી શકતું નથી. પ્રેમમાં નિષ્ફળ બનેલે આ કુમળા અંતઃકરણને રાજકુમાર કયાં રખડત હશે, શું કરતે હશે એની એને ચિંતા થાય છે. પણ દુ:ખમાં નાસીપાસ થવું, અને હાથ જોડી બેસી રહેવું એ એના સ્વભાવમાં જ નથી. તે હિંમત સાથે એને શોધવા નિકળે છે. તે કહે છે, “રાજકુમારને શોધવા હું ધરતીને ખૂણેખૂણે ફરી વળીશ, અને કયાંયે એનું શરીર હાથ આવે તે એની આગળની તપાસ કરવા હું સ્વર્ગમાં પણ જઈશ ! અવિમારકને પણ સંતુષ્ટના આ અસામાન્ય સ્નેહને સંપૂર્ણ ખ્યાલ છે. પતે ક્યાં જવાનું છે એ સંતુષ્ટને કહ્યા વગર પોતે ઘરની બહાર નીકળે હોવાને લીધે હવે તેને પશ્ચાત્તાપ થાય છે. એ બિચારો પિતાને શોધવા ક્યાં ક્યાં રખડત હશે એની અવિમારકને ચિંતા થાય છે. અવિમારકના મનમાં સંતુષ્ટ વિશે શી લાગણું છે, એ આપણે તેના જ શબ્દમાં જાણું શકીએ. “વિનોદ ગોષ્ઠીઓમાં હસાવનાર, યુદ્ધ જેવા પ્રસંગોમાં વીરની માફક સામે થનાર, શેકમાં વડીલની માફક ધીરજ આપનાર, શત્રુ સાથે સાહસથી કામ કરનાર